પાલતુ પ્રાણીના સંસર્ગથી શરીરમાં ગાંઠ થઈ શકે
શોખ કે એકલતા દૂર કરવા ઉચ્ચ વર્ગના લોકો વિવિધ જાતિનાં શ્ર્વાન તેમજ વ્યાવસાિયક રીતે પ્રાણીઓ પાળતા લોકો માટે ખતરાની ઘંટી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મંગળવારે શહેરની શ્રેય હોસ્પિટલમાં પ્રાણીની લાળને કારણે ૨૪ વર્ષીય યુવતીનાં ફેફસાંમાં થયેલી જીવલેણ ગાંઠનું ત્રણ કલાક ઓપરેશન કરી ડોકટરે દર્દીનો જીવ બચાવ્યો હતો.
ડો કટરો જણાવી રહ્યા છે કે, શ્ર્વાન ઉપરાંત બિલાડી, ગાય-ભેંસ જેવાં કોઇ પણ પાલતું પ્રાણીના સંસર્ગમાં આવ્યા બાદ હાથની યોગ્ય સફાઇને અભાવે પ્રાણીની લાળમાં રહેલા ‘એકિનોકોકસ ગ્રેન્યુલોસસ’ (ટેપવોર્મ) વાઇરસનાં ઇંડા શરીરમાં જઇને જીવલેણ ગાંઠ (હાઇડેટિડ સિસ્ટ)પેદા કરી શકે છે. પ્રાણીની લાળથી શરીરમાં થતી ‘હાઇડેટિડ સિસ્ટ’ માત્ર લિવરમાં થયાનું મેડિકલ જર્નલમાં નોંધાયું છે, પરંતુ, ફેફસાંમાં ગાંઠ થઇ હોવાનું જવલ્લે જોવા મળે છે.
એમએસ સર્જન ડો. વિનય ભરવાડે જણાવ્યું હતું કે, જસદણમાં ખેતમજુરી કરતી પ્રભાબહેન ગોહિલ પ્રાણીના સંસર્ગમાં રહેતી હોવાથી તેને આઠ મહિનાથી અવિરત ખાંસી- તાવની તકલીફ હતી. દર્દીના એકસ-રે અને સીટી સ્કેનમાં જમણા ફેફસાંની દીવાલમાં૧૦ બાય ૧૦ સે.મી.ની ગાંઠ હોવાનું તેમજ ગાંઠ ફાટી જતાં તેનું પ્રવાહી ફેફસાંમાં ફેલાતા દર્દીને સેિમ્પટિસેમિયા અને એનાફાયલેટિક શોક લાગ્યો હતો. જેથી દર્દીને ખાંસી, ગળફામાં લોહી, સખત તાવ આવતો હતો. જેથી ડો. રાજેશ હૈદરાબાદીની મદદથી ત્રણ કલાકનું ઓપરેશન કરીને યુવતીનાં ફેફસાંમાં થયેલી ગાંઠ અને ફેફસાંમાં ફેલાયેલું પ્રવાહી બહાર કાઢવામાં આવ્યુ હતું.












