Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Mar 18th, 2010, 1:49 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarજિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી રૂ.૧૨૦૦ લાંચ લેતાં ઝડપાયા

Bhaskar News, Vadodara

બાજપાઇ બેંકેબલ યોજના હેઠળ ઝેરોકસ મશીન ખરીદવા લોનની માગણી કરી હતી, મફતમાં નહિ થાય, બધા ૧૫૦૦ આપે છે તું ૧૨૦૦ આપજે
બાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત ઝેરોકસ મશીનની લોન માગનાર અરજદાર પાસે ૧૨૦૦ રૂપિયાની લાંચ લેતાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સહકારી અધિકારી એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા હતા.
મહેસાણા ગરબા ગ્રાઉન્ડ નજીકના નાનુભાઇ ટાવરમાં રહેતા યોગેશભાઇ શિવલાલ પઢિયારે બાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત ઝેરોક્ષ મશીન ખરીદવા માટે રૂ. ૯૯,૭૫૦ની લોન મેળવવા જરૂરી ફોર્મ અને દસ્તાવેજો સહિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી કરી હતી. જેના દસ દિવસ બાદ ૧૬ મી માર્ચે તેઓ નર્મદા ભવન સી બ્લોક સ્થિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં તપાસ કરવા ગયા હતાં.



તેમણે સહકારી અધિકારી ગ્રેડ-૧ તરીકે ફરજ બજાવતા જયંતીભાઇ પ્રહલાદભાઇ મોદી (રહે. સહયોગ સોસાયટી,રત્ના પાર્ક, નારણપુરા, અમદાવાદ)નો સંપર્ક કરતાં બધું કામ મફતમાં નહિ થાય, કહી ‘બીજા પાસે રૂ.૧૫૦૦ લઉ છુ પરંતુ તમારા રૂ. ૧૨૦૦ લઇ કામ પતાવી આપીશ’ તેમ જણાવી લાંચ માગી હતી.



અરજદાર યોગેશ પઢિયારે એસીબી પીઆઇ જે.કે.ઝાલાને ફરિયાદ કરતાં મદદનીશ નિયામક એન.બી. કોરલવાલાની સૂચનાથી બુધવારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લાંચનું છટકું ગોઠવાયું હતું.
જેમાં અધિકારી જયંતી મોદી કચેરીમાં જ અરજદાર પાસેથી રૂ.૧૨૦૦ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા.



માર્ચ એન્ડિંગના ભારણ વચ્ચે ખિસ્સા ભારે કરવાનો તખ્તો



ચેટીચાંદ નિમિત્તે તમામ સરકારી કચેરીઓમાં રજા હતી પરંતુ માર્ચ એન્ડિંગના કામનું ભારણ હોવાથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી ચાલુ હતી. જેનો લાભ લઇ સહકારી અધિકારી જયંતી મોદીએ અરજદાર પાસે ૧૨૦૦ રૂપિયાની લાંચ લેવા રજાના દિવસે પણ બોલાવ્યા હતાં. અધિકારીએ કામના ભારણ વચ્ચે ખિસ્સાં ભારે કરવાનો તખ્તો ગોઠવ્યો હતો પરંતુ એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: