અભિનેતા ધર્મેન્દ્રની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ
અભિનેતા અને નેતા ધર્મેન્દ્રની તબિયત બગડવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમની તબિયત હવે જોખમથી બહાર હોવાનું હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું. મંગળવારે રાત્રે ૭૫ વર્ષીય ધર્મેન્દ્રની અશક્તિ જણાવા લાગી હતી. આથી તેમને પીજીઆઈએમઈઆર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને નિરીક્ષણ હેઠળ રખાયા છે. ડોકટરોની ટીમ તેમની પર નજર રાખી રહી છે.
તેઓ જોખમથી બહાર છે. ટૂંક સમયમાં ડિસ્ચાર્જ આપી દેવાશે, એમ હોસ્પિટલના પ્રવક્તાએ પીટીઆઈને જણાવ્યું હતું. ધર્મેન્દ્ર એક ફિલ્મના શૂટિંગ માટે પતિયાલા ગયા હતા, જ્યાં તેમની તબિયક બગડી હતી.












