Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Mar 17th, 2010, 1:06 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarજિલ્લા બેંકની ચૂંટણીમાં બે પેનલો વચ્ચે કાંટે કી ટક્કર

Bhaskar News, Navsari

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાને સાંકળતી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકની આવતીકાલે ૧૭મીના રોજ ચૂંટણી યોજાશે. વરસો બાદ બેંકની આ ચૂંટણી સહકારી ક્ષેત્રમાં ખરાખરીનો જંગ સમાન બની છે ત્યારે બેંક ઉપર ૧૫ વર્ષથી કબજો જમાવનાર અરવિંદભાઇ ઉર્ફે જયંતિભાઇ પટેલની સહકાર પેનલ સામે પરિવર્તન પેનલ મેદાન ઉતરી છે.



પરિવર્તન પેનલે અરવિંદ પટેલ અને તેમની પેનલ નીતિ નિયમોને નેવે મૂકી કામ કરતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવર્તન પેનલનાં ચૂંટણી કન્વીનર દિનેશ દાસા જણાવે છે કે પરિવર્તન એ કુદરતનો નિયમ છે. આ વખતે વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંકની ચૂંટણીમાં આ કુદરતી નિયમ કામ કરી જશે.



બેંકના ઇતિહાસમાં પ્રથમવાર સહકારની ભાવનાથી શાસકોને પડકાર આપતી પેનલે પતંગના નિશાન સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. પેનલ સામે પેનલ મેદાનમાં છે એ જ પરિવર્તનની નિશાની છે. ઇન્ડસઇન્ડ બેંકમાં સહકાર કાયદાની કલમ ૭૧નો ભંગ કરી ઓછા વ્યાજે થાપણ મૂકવાને પગલે સરકારના સહકાર વિભાગે સહકારી કાયદાની કલમ ૯૩ મુજબ શાસકોને કારણદર્શક નોટિસ આપી છે.



નાબાર્ડ તરફથી સહાય મળવા છતાં બેંકની શાખાઓનું પૂરેપૂરું કમ્પ્યુટરીકરણ થયું નથી. બેંક મેનેજમેન્ટ તથા કર્મચારીઓ વચ્ચે સતત સંઘર્ષના કારણે વિવિધ કોર્ટોમાં કાનૂની કેસો ચાલતા હોય બેંકનો સમય અને નાણાંનો દુરર્ય્ય થઇ રહ્યો છે.



આ બધા કારણોસર મતદારો શાસક સહકાર પેનલને અસહકાર આપી પરિવર્તન પેનલને સહકાર આપી બેંકના શાસનમાં પરિવર્તન લાવવા કટિબદ્ધ થયા છે એવું ચિત્ર ઉપસી આવ્યું છે. કોઇપણ જવાબદાર રાજકીય પક્ષ વિરોધમાં હોય કે શાસનમાં હોય આવા સમયે ચૂપ ન રહી શકે.



રાજકીય આગેવાનો સહિત બંને જિલ્લાના સહકારી અગ્રણીઓ ખુલ્લેઆમ પરિવર્તન પેનલના સમર્થનમાં આગળ આવ્યા છે. પરિવર્તન પેનલના ઉમેદવારો બેકિંગ વ્યવસ્થાપન સાથે નિસ્બત ધરાવે છે. તેઓ પારદર્શક વહીવટ આપી શકે એટલા સક્ષમ અને અનુભવી છે.



ગુજરાતની અન્ય જિલ્લા સહકારી બેંકોની માફક આ બેંકમાં પણ આધુનિકીકરણ, પારદર્શક વહીવટ અને મંડળીઓને મજબૂતાઇ મળે એવા અભિગમ સાથે પરિવર્તન પેનલ મેદાનમાં ઉતરી છે. છેલ્લા કેટલાય દિવસોથી ત્રણેય જિલ્લાના સહકારી માંધાતાઓ બેંકની ચૂંટણીને લઇ સક્રિય બન્યા છે.



મંડળીઓના મત કબજે કરવા વિવિધ રીતરસમો પણ અપનાવાઇ રહી છે. આવતીકાલે ૧૭મી માર્ચના રોજ આ તમામ બાબતોનો ફેંસલો થઇ જશે. અરવિંદ પટેલ અને તેમની પેનલને ઉખાડી દેવા પરિવર્તન પેનલ સફળ થાય છે કે નહીં તેના ઉપર સૌની નજર છે.



ચૂંટણી વલસાડ સુગર માટે અગત્યની...



વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંકના ચેરમેન અરવિંદભાઇ પટેલ વલસાડ સુગર ફેકટરીના પણ ચેરમેન વરસોથી છે. બેંકની વલસાડ સુગર ફેકટરી સાથેની નીતિને લઇને અરવિંદભાઇ સામે ગંભીર આક્ષેપો પણ અવારનવાર થતા રહ્યા છે.



જો કે સહકારી બેંકની આ ચૂંટણી વલસાડ સુગર ફેકટરી માટે પણ અત્યંત મહત્વની બની રહેશે. જો બેંકની ચૂંટણી અરવિંદભાઇ જીત્યા તો સુગરનું સ્થાન ટકાવવું કદાચ તેમના માટે સહેલું રહેશે. પરંતુ જો બેંકની ચૂંટણીમાં તેમની પેનલ હારી ગઇ તો સુગર ફેકટરી સાચવવી આગામી સમયમાં અરવિંદભાઇ માટે કપરી બનશે એમાં બેમત નથી!

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: