Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Mar 17th, 2010, 12:14 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarપંચમહાલમાં મિલ્ક ડે ઉજવાયો પશુપાલકોને ટેકિનકલ માહિતી

Bhaskar News, Godhara

હાલોલ, કાલોલ, જાંબુઘોડા તાલુકામાં ઉજવણી : દૂધ મંડળીના પાંચસોથી વધુ પ્રતિનિધિઓ હાજર
પંચમહાલ ડેરી ગોધરા અને ગુજરાત રાજ્ય દૂધ વિતરણ સંઘના સંયુકત ઉપક્રમે કાલોલ તાલુકાનો બેઢીયામાં તથા હાલોલ, જાંબુઘોડા તાલુકાનો હાલોલમાં દૂધ દિવસ ઉજવાયો હતો. દૂધ દિવસ પ્રસંગે પંચમહાલ ડેરીના અઘ્યક્ષ રાજગઢ મતક્ષેત્રના ધારાસભ્ય તથા મેનેજીંગ ડિરેક્ટર, નિયામક મંડળના સભ્યો અને ૧૦૦ ઉપરાંત દૂધ મંડળીઓના ૫૦૦ જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.



પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડે દૂધ સંઘ તથા દૂધ મંડળીઓના વહિવટમાં પારદર્શકતા આવે, ભ્રષ્ટાચાર થાય નહી તે બાબતે વહિવટકર્તાઓની જવાબદારી સવિશેષ થાય છે તેવુ ભારપૂર્વક જણાવ્યુ હતુ. છેલ્લા ચાર મહિનામાં ડેરીના શાસનમાં નવા નિયામક મંડળે કરેલા વહિવટ થકી દૂધ ઉત્પાદકોને કિલો ફેટે રૂ.૩૨૦ ભાવ ચુકવવામાં સફળ થયેલ છે. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તથા કાલોલ મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદસિંહે જણાવ્યું હતું કે, નવા નિમાયેલા નિયામક મંડળ દ્વારા સારો અને પારદર્શક વહિવટથી ઉત્પાદકોને દૂધના સારા ભાવો મળશે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: