બનાવટી સોના પ્રકરણમાં બેનાં સાત દિવસના રિમાન્ડ
અંકલેશ્ર્વરની ડી.જી. નગર સોસાયટીમાં રહેતા દીલીપભાઇ સોનીને અંકલેશ્ર્વર જીઆઇડીસીના બે ભેજાબાજ યુવાનો નયન પટેલ અને આશિષ પટેલ દ્વારા પાંચવાર ૪૫૦ ગ્રામ સોનુ ગીરવે મુકી ૪.૫૦ લાખ રૂપિયા સોની પાસેથી વ્યાજે લઇ ગયા બાદ ફરી એકવાર ૧૦૮ ગ્રામ સોનું ગીરવે મુકી ૧.૨૦ લાખ રૂપિયા લેવા આવતા દિલીપભાઇ સોનીને શંકા જતા તમામ સોનાની ખરાઇ કરાવતા કુલ ૫૫૮ ગ્રામ સોનુ ડુપ્લીકેટ હોવાનું અને તમામ સોનુ તાંબા પર બાવીસ કેરેટ લખી સોનાની પોલિસ લગાવ્યું હોવાનું બહાર આવતા રૂ.૪.૫૦
લાખની કરેલી છેતરપીંડી સબબ અંકલેશ્ર્વર જીઆઇડીસી પોલીસ મથકના પી.આઇ. મુકુંદસિંહ રાજ દ્વારા કુલ ગ્રામ સોનું કિ.૫.૬૦ લાખના મુદ્દામાલ કયાથી લાવ્યા તે અંગે તપાસ અથેg આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રીમાન્ડ મેળવ્યા છે.












