કેટે કેમ પહેરી મચ્છરદાની?
સુપર મોડલ કેટ મોસને સમાચારોમાં કેમ રહેવું તે સારી રીતે આવડે છે. ક્યારેક તે તેના અફેરને લઇને ચર્ચામાં રહે છે તો ક્યારેક અંગપ્રદર્શન થાય તેવા કપડાઓને લઇને. પરંતુ આ વખતે તે એક સારા કારણોસર ચર્ચામાં છે.
એવા સમાચાર છે કે મેલેરીયા વિરૂદ્ધના એક અભિયાન અંતર્ગત કેટ મોસે મચ્છરદાનીમાંથી બનેલો ડ્રેસ પહેર્યો છે. સ્પોર્ટ રીલીફ 2010માટે ફંડ એકઠું કરવા માટે કેટ મોસે વિલીયમ ટેપસ્ટની ડીઝાઇન કરેલો આ ડ્રેસ પહેર્યો છે.
આ ખાસ ડ્રેસ મચ્છરદાનીની નેટને રીસાઇકલ કરવા માટે બનાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે કેટ મેલેરીયા વિરૂદ્ધ ચલાવવામાં આવતા અભિયાન સાથે જોડાયેલી છે.












