બ્રામાંથી 26 હજાર ડોલર નિકળ્યા!
સ્પોકેનની કાઉન્ટી શેરિફના અધિકારીએ જણાવ્યું હતું કે, એક મહિલા સહિત ત્રણ લોકોને બેન્કો સાથે છેતરપિંડી કરતા પકડી પાડ્યા હતા અને જેલ ભેગા કરાયા હત. જ્યાં તેનું ચેકિંગ કરવામાં આવતા તેની બ્રામાંથી ચોરી કરેલા 26 હજાર ડોલર રૂપિયા નિકળ્યા હતા.
લુકેઈશા હેરિસ નામની મહિલા સહિત ત્રણ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ નકલી ક્રેડિટ કાર્ડ થકી સ્પોકેનની બેન્કોમાંથી પૈસા ઉપાડતા હતા.
શેરિફના પ્રવક્તા ડેવ રીગને કહ્યું કે, ત્રણ વ્યક્તિની ધરપકડ ત્યારે કરવામાં આવી હતી કે જ્યારે એક બેન્ક કર્મચારીએ પોલીસને ફોન કરીને આ ત્રણ વ્યક્તિ ચોરેલા ક્રેડિટ કાર્ડ દ્વારા પૈસા ઉપાડી રહ્યાં છે.
રીગને કહ્યું કે, ત્રણેય વ્યક્તિની ધરપકડ કરીને સ્પોકેન કાઉન્ટી જેલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન એક ગાર્ડને પકડાયેલી મહિલાએ બ્રામાં કંઈક છુપાવ્યું હોવાનું લાગતા તેણે તેનું ચેકીંગ કરાવ્યું હતું. જેમાં તે મહિલાએ બ્રામાં ચોરી કરેલી રકમ ઉપરાંત બેન્કની સ્લીપ રાખી હતી.












