બીપીમાં વધ-ઘટ યોગ્ય નથી
બ્લડપ્રેશર સતત ઊચુ રહેવાથી હૃદયરોગનો હુમલો આવતો હોવાનું ડોક્ટરો માનતા હતા પરંતુ ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસમાં જણાયું છે કે બ્લડપ્રેશરમાં સતત વધ-ઘટ થવાથી પણ બ્રેનસ્ટ્રોક કે હૃદયરોગનો હુમલો આવી શકે છે.
૨૦૦ દર્દીઓના ઓના અભ્યાસ પરથી જણાયું કે તેમને ‘મિનિસ્ટ્રોક’ આવ્યો હતો. બીપીમાં વધ-ઘટ થવાથી દર્દીઓને લકવો થવાનું જોખમ ૬ ગણું વધી જાય છે. સંશોધકોનું કહેવું છે કે જોખમની માહિતી મેળવવા ડોક્ટરોએ ‘કેલ્શિયમ ચેનલ બ્રોકર’ નામની નવી ટેકનિક અપનાવવી જોઈએ.












