રોગનો ઈલાજ તમારી રાશિમાં - ડીહાઈડ્રેશન
શરીરમાં ૭૦ ટકાથી વધુ ભાગ પાણી રોકે છે. આપણા શરીરમાં પાણીની માત્રા જળવાય તે મેટાબોલિઝમના યોગ્ય સંચલન અને તરલતા માટે અતિ ઉપયોગી છે. ઉત્સર્જન અને પાચનતંત્ર મોટા ભાગે પાણીના ઉપયોગથી જ તેનું કાર્ય આગળ ધપાવે છે.
હવે ક્યારેક કોઈ રોગના કારણે, ઓછું પાણી પીવાના કારણે કે પછી વધુ પડતો પસીનો થઈ જવાથી જો શરીરમાં પાણી ઓછું થઈ જાય તો ચક્કર આવે, સુગર ઘટી જાય, તરલતા અટકી જવાના કારણે અપચો, કિડની-પથરીના દર્દ અને અન્ય અનેક સમસ્યા સર્જાઈ શકે છે.
આ રોગને ડીહાઈડ્રેશન કહેવામાં આવે છે. શરીરમાંથી પાણી ઘટી જવાના કારણોમાં પડવા કરતાં શુઘ્ધ અને પુરતી માત્રામાં પાણી મળી રહે તે વાત પણ એટલી જ અગત્યની છે. આ વખતે ડિહાઈડ્રેશનના મેડિકલ એસ્ટ્રોલોજી મુજબના ઉપાયો જોઈએ.
મેષ (અ લ ઈ)
આ રાશિના જાતકોએ શું ખાધા પછી પાણી નહિ પીવું તેનું ખાસ ઘ્યાન રાખવું જોઈએ. દિવસના ૧૦ ગ્લાસ પાણી પીવું જોઈએ. સ્ટ્રોબેરી અને કેળાં ખાવાં જોઈએ. સૂર્યને જળ ચઢાવવું જોઈએ.
વૃષભ (બ વ ઉ)
આ રાશિના જાતકોએ પાણીની તકલીફ નિવારવા માટે પ્રાણાયામ કરવો જોઈએ. સુતરાઉ વસ્ત્રો પહેરવાં,ચંદ્રનું મોતી ધારણ કરવું અને સૂર્યાસ્ત પછી ઠંડું પાણી નહિ પીવું જોઈએ.
મિથુન (ક છ ઘ)
આ રાશિના જાતકોમાં હોર્મોન્સની સ્થિતિના કારણે ૩૫ વર્ષની વય પછી ડીહાઈડ્રેશન થાય છે. તેમણે બુધનો નંગ ધારણ કરવો જોઈએ. પિતૃઓનું તપર્ણ કરવું જોઈએ. ચોમાસામાં ભારે ખોરાક નહિ ખાવો.
કર્ક (ડ હ)
ડીહાઈડ્રેશનથી બચવા માટે હંમેશા દિવસમાં ૧૦થી ૧૨ ગ્લાસ પાણી પીવું જોઈએ. લીલા રંગની બોટલમાં રાખીને પાણી પીવું, ગરમ કે તળેલા પદાર્થો ઉનાળામાં નહિ ખાવા અને ચંદ્રનો નંગ ધારણ કરવો.
સિંહ (મ ટ)
ગરમ પ્રવાહી પીવા કરતાં પાણી જ પીવાથી ડીહાઈડ્રેશનની તકલીફ ટાળી શકાય. ચા કે કોફીના કારણે શરીરમાં પાણીનું સ્તર જળવાતું નથી. ગણેશજીની પૂજા યથામતિ કરવી.
કન્યા (પ ઠ ણ)
હનુમાનજીને દર શનિવારે તેલ ચઢાવવું અને શનિવારના ઉપવાસ કરવા. ઉપવાસમાં પણ પાણી પૂરતું પીવું. ચણા, સિંગ કે પપૈયું ખાધા પછી એક કલાક પાણી નહિ પીવું,
તુલા (ર ત)
સૂકો મેવો વધુ માત્રામાં નહિ ખાવો. છથી ૧૮ વર્ષ સુધી રોજ ૮ ગ્લાસ અને ત્યાર પછી રોજ ૧૦ ગ્લાસ પાણી પીવું, ગુરુવારના ઉપવાસ કરવા અને અન્નાપૂણાર્નું વ્રત મંગળવારે કરવું.
વૃશ્વિક (ન ય)
કેફી દ્રવ્યોનું સેવન કરવાથી કે તમાકુનું સેવન કરનારાને આ રોગ થઈ શકે છે. લાળ ગ્રંથી સુકાઈ ના જાય તે માટે અંજીર અને લીલી દ્રાક્ષ વધુ ખાવી, કાળિકા માતાનું પૂજન કરવું.
ધન (ભ ઘ ફ ઢ)
વધુ ફરવાનું થતું હોય ત્યારે ઓછું પાણી પીવાથી કે પછી મ્હોંના રોગ થયા હોય ત્યારે ડીહાઈડ્રેશનની શકયતા વધી જાય છે. ઉલ ઉતારવી, સૂર્યને જળ ચઢાવવું અને ખટાશવાળી ચીજો નહિ ખાવી.
મકર (ખ જ)
મનમાં કોઈ વાતનો ડર નહિ રાખવો, ગુરુપૂજન કરવું, માતા પિતાને સંતુષ્ઠ કરવાં અને ખારેક પલાળીને ખાવાથી પાણીની તકલીફ નહિ થાય. શિવપૂજન કરવાથી પણ ફાયદો થાય છે.
કુંભ (ગ સ શ)
કઠોળ કે દ્વિફળી ચીજોનું વધુ સેવન નહિ કરવું, વાલ ખાસ નહિ ખાવા, ફણગાવેલા કઠોળ શરીરનું પાણી શોષી લે છે. પીળાં વસ્ત્રો પહેરવાં, કુંવારિકાઓને જમાડવી,
મીન (દ ચ ઝ થ)
આક્રમક, વલણ, ગુસ્સાવાળો સ્વભાવ કે પછી ટેન્શન હોય તો આ રોગ થાય છે. સારું વાંચન કરવું, મધ અને સાકર ખાસ લેવી,હરડેનો ઉપયોગ પણ સારો .












