બાંગ્લાદેશ ફોલોઓનના સંકટ હેઠળ
સ્ટુઅર્ટ બ્રોડ અને ગ્રીમ સ્વાનની ઘાતક બોલિંગ સામે શરણાગતિ સ્વીકારનાર બાંગ્લાદેશ પોતાના ઘરઆંગણે રમાતી પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે ફોલોઓનના સંકટ હેઠળ આવી ગયું હતું.
ઇંગ્લેન્ડે તેનો પ્રથમ દાવ છ વિકેટે ૫૯૯ રનના સ્કોરે ડિકલેર કર્યો હતો. બીજા દિવસની રમતના અંતે બાંગ્લાદેશે પ્રથમ દાવમાં પાંચ વિકેટે ૧૫૪ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં કૂક બાદ કોલિંગવૂડે પણ સદી ફટકારી હતી.












