બળાત્કારી ભારતીયને નવ વર્ષની જેલ
23 વર્ષીય ભારતીય યુવકને બ્રિટિશ કોર્ટે નવ વર્ષની સજા ફટકારી છે. આ યુવકે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં એક ટિનેજર પર બળાત્કાર ગુજાર્યો હતો.
ઈસ્લેવર્થ ક્રાઉન કોર્ટે જગદિપ ચહાલને બળાત્કારના કેસમાં દોષિત જાહેર કર્યો છે. તેણે પોતાના ગુનો કબૂલ કર્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે, 8 એપ્રિલ 2009ના રોજ જગદિપે બસ સ્ટોપ પરથી 18 વર્ષીય પીડિત યુવતીઓનો પીછો કર્યો હતો. ત્યારબાદ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.
પીડિત યુવતીનો જગદીપ સતત પીછો કરતો હતો. તેણે યુવતીનું મોં દબાવી રાખ્યું હતું અને પછી તેને ખેંચીને લઈ ગયો હતો.
ત્યાંથી પસાર થતાં એક રાહદારીએ પીડિત યુવતીનો અવાજ સાંભળ્યો હતો અને તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસ આવતા જ જગદીપ દિવાલ કૂદીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જગદીપ નવ એપ્રિલથી કસ્ટડીમાં છે.
* ભારતીય પર હુમલો કરનારને સજા
* પાકિસ્તાની યુવતીએ ભારતીય સાથે લગ્ન કયૉ
* મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય
* ઓસીમા રાની ભારતીય ફિલ્મોનું પ્રમોશન કરશે












