વીજચોરી પ્રકરણમાં સુપરવાઇઝરની ધરપકડ
દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓલપાડ ઓફિસ સામે પડેલા વાયર અને કલેમ્પની ચોરી કરવામાં આવી હતી. આ સામાનનો ઉપયોગ મોર ભગવા ગામના જિંગા તળાવમાં ગેરકારયદે વીજ કનેક શન આપવામાં થયો હતો. આ સામાનની ચોરી કરનાર સુપરવાઇઝરની ઓલપાડ પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓલપાડ ઓફિસ સામે મુકવામાં આવેલા અંદાજે રૂ. ૮૮ હજારના સરસામાનની ચોરી કરવામાં આવી હતી. વીજ કંપનીમાંથી ચોરવામાં આવેલા આ સામાનનો ઉપયોગ મોર ભગવા ગામ ખાતે આવેલા શાંતિલાલ પટેલના જિંગાના તળાવમાં ગેરકાયદે વીજ કનેક શન આપવામાં કરવામાં આવ્યો હતો.
આ સામાનની ચોરી કરવામાં શકદાર તરીકે સુપર વાઇઝર જીતેશ બચુ પટેલને દર્શાવી અને વીજ કંપનીના નાયબ ઇજનેર કળથિયાએ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોડી સાંજે જીતેશ બચુ પટેલની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા હાલમાં આ કેસમાં જીતેશ પટેલની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.












