Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Friday, Mar 12th, 2010, 4:19 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarરાઇટ યા રૉન્ગ

Rajesh Yadav

રેટિંગ :***



નિર્માતા: કૃષ્ણ ચૌધરી, નીરજ પાઠક



બૈનર: મુક્તા આર્ટ્સ એન્ડ આઇકૉન
ફિલ્મ નિર્દેશક: નીરજ પાઠક
કલાકાર: સની દેઓલ, ઇરફાન ખાન, કોંકણા સેન શર્મા, ઇશા કોપિકર, આયર્ન વૈધ, અંજન શ્રીવાસ્તવ, દીપલ શૉંગીત
સમીર સંગીત: મોંટી શર્માનિર્માતા : કૃષ્ણ ચૌધરી



ફિલ્મ નિર્દેશક નીરજ પાઠકે પોતાના દમદાર લેખન અને નિર્દેશનના બળ પર રાઇટ યા રૉન્ગનું ફિલ્મ બનાવી છે. સની દેઓલ, ઇરફાન ખાન અને કોંકણા સેન જેવા કલાકારોએ લાજવાબ અભિનય અને શાનદાર પટકથાના લીધે ફિલ્મ સારી બની છે. જો કે ફિલ્મનું ગીત-સંગીત નબળું છે અને તેણે ફિલ્મની સૌથી નબળી કડી કહી શકાય છે. આમ તો આ ફિલ્મમાં સન્ની દેઓલ ખાસ ભૂમિકામાં છે, પરંતુ ફિલ્મમાં ઇરફાન ખાનનો પ્રભાવ વધુ દેખાય છે અને એવું લાગે છે કે પટકથામાં ઇરફાનના ચરિત્રને દેખાડવા માટે ખાસ મહેનત કરવામાં આવી છે.



આ ફિલ્મ સચ અને જૂઠની વચ્ચે સંઘર્ષની વાર્તા કહે છે. ફિલ્મ મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના અજય (સન્ની દેઓલ) અને વિનય (ઇરફાન ખાન)ની વાર્તા છે, બંને પોતાના વિભાગમાં બહાદુરી માટે જાણીતા છે. અજય કડક હોવાની સાથે ગુનેગારોને સુધરવા માટેની એક તક આપવામાં વિશ્વાસ કરનાર અધિકાર છે, તો વિનયનો મંત્ર છે ગુનેગારોને પકડો અને અદાલતના કઠોરામાં ઉભો કરી દો.



અજયનો પોતાનો પરિવાર છે જેમાં એક ખૂબસૂરત પત્નિ અંશિતા (ઇશા કોપિકર), પુત્ર યશ અને એક સાવકો ભાઇ સંજૂ છે જે યૂએસએથી ઇન્ડિયા પરત આવી ગયો છે. વિનયનો લગ્ન કરવાનો ઇરાદો નથી, તેની બહેન રાધિકા (કોંકણા) વકીલ છે. ફિલ્મમાં ત્યારે મોડ આવે છે જ્યારે એક એન્કાઉન્ટરમાં અજયને વાગવાથી તેના શરીરનો એક બાગ ખરાબ રીતે ઘાયલ થઇ જાય છે. આ સમયે અજયને તેના પરિવારની ચિંતા થાય છે અને તે તેના પરિવાર માટે 5 કરોડનો વીમો મેળવવા માટે એક પ્લાન બનાવે છે. પરંતુ આ ઘટનાક્રમ ઝડપથી બદલાઇ જાય છે અને અજયની પત્નિ અને પુત્રની હત્યા થઇ જાય છે. હવે વિનય તેના મિત્ર અજયને જ ખૂની સમજવા લાગે છે, પરંતુ આ બધાની વચ્ચે રાધિકા (કોંકણા) અજયને નિર્દોષ માનતા તેને બચાવવા માટે સામે આવે છે.



ઇન્ટરોલ પહેલાં ફિલ્મની ગતિ ધીમી છે પરંતુ બીજા ભાગમાં દર્શકો માટે વાર્તામાં ખૂબ જ ફેરફાર અને મનોરંજન મળે છે. ફિલ્મની પટકથા શાનદાર છે અને પટકથા લેખકથી નિર્દેશક નીરજ પાઠક સારી શરૂઆત કરતાં દેખાય છે. કોંકણા અને ઇરફાન ખાને પોતાની ઓળખ પ્રમાણે અભિનય કર્યો છે. જો કે કોંકણા ફિલ્મમાં બહુ ઓછી નજર આવે છે પરંતુ પોતાના ટૂંકા અભિનયમાં છાપ છોડવામાં સફળ રહી છે. સન્ની દેઓલ પહેલાં હૉફમાં પ્રભાવી દેખાય છે, પરંતુ બીજા ભાગમાં તેમના માટે કંઇ ખાસ રોલ નથી. જો કે અજયનું પાત્ર માણસની લાચારી ને બતાવામાં સફળ બની ગયો છે અને તે સન્નીના અભિનયની કમાલ છે.



ફિલ્મને સામાન્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી છે. પરંતુ ફિલ્મ એવા સપ્તાહમાં રિલીઝ થઇ રહી છે કે જ્યારે આઇપીએલ ટી 20 શરૂ થઇ રહી છે, છેલ્લાં કેટલાંક વર્ષોનો રેકોર્ડ જોઇએ તો આઇપીએલ દરમ્યાન બોક્સ ઓફિસ પર અસર પડે છે એવામાં એ જોવાની વાત છે કે ફિલ્મ રાઇટ યા રૉન્ગને જોવા માટે બૉક્સ ઑફિસ પર કેટલાં લોકોની ભીડ જામે છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: