સાત વર્ષ બાદ પીડીસીની વાર્ષિક સભા
સાત વર્ષ બાદ આખરે નિષ્ક્રીય પંચમહાલ ડિસ્ટ્રીક્ટ બેંકની આગામી તા. ૨૦મીએ વર્ષ ૨૦૦૨-૦૩ થી ૨૦૦૯-૧૦ સુધીની વાર્ષિક સાધારણ સભા યોજાશે. બીજી તરફ વહીવટ, વસુલાત, રાહત પેકજ અને કર્મીઓના પ્રશ્રો અંગે ઉઠનાર ઉગ્ર ચર્ચાનો સામનો કરવો પડે તે પૂર્વે જ મેનેજીંગ ડીરેક્ટર એકાએક હોદા પરથી મુકત થતા અનેક તર્કવિતર્કોએ સ્થાન લીધુ છે અને જિલ્લા રજીસ્ટારે ચાર્જ સ્વીકારતા એજન્ડા મુજબ સભા યોજવાની કવાયત હાથ ધરી છે.
પંચમહાલ અને દાહોદ જિલ્લાની આધારશિલા સમી ધી. પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંક લી.ને ગત તા. ૧૨ મે ૨૦૦૩થી રીઝર્વ બેંકે કલમ ૩૫ (એ) મુજબ આર્થિક લેવડદેવડ સ્થગિત કરાઇ છે. દરમિયાન આખરે જિલ્લા રજીસ્ટ્રાર નિનામાના પ્રયત્નોથી સાત વર્ષ બાદ તા. ૨૦મીએ ગોધરામાં વર્ષ ૦૨-૦૩ થી ૦૯-૧૦ સુધીની વાર્ષિક સાધારણ સભા યોજવાનો એજન્ડા પ્રસિદ્ધ કરાતા ઉત્તેજના વ્યાપી છે. જેમાં તા. ૨૯ જૂન વર્ષ ૦૩ અને તા.૬ જાન્યુઆરી ૦૩ની ખાસ સામાન્ય સભાની નોંધ, વૈધનાથ સમિતિની ભલામણોનો અમલ, વાર્ષિક અહેવાલો, હિસાબો વગેરેની ચર્ચાનો સમાવેશ કરાયો છે.
અંગત કારણોસર સ્વૈરિછક જવાબદારીમાંથી મુકત થયા છે
વાર્ષિક સાધારણ સભા યોજાય તે પૂર્વે જ એકાએક એમડીએ જવાબદારીમાંથી મુકત થતા અંગે પુછતા જિલ્લા રજીસ્ટ્રાર પી.એન. નિનામાએ બેંકના એમડી તરીકે ચાર્જ સ્વીકાર્યોહોવાનુ કહેતા તેઓએ ઉમેર્યુ હતુ કે, તેઓના અંગત કારણોસર સ્વૈરિછક જવાબદારીમાંથી મુકત થતા નિયમોનુસાર વડોદરા રજીસ્ટ્રાર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.












