Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Friday, Mar 12th, 2010, 2:50 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarઈસ ઉમ્ર મેં તુમ આઓગે તો લગેગા, દિલ તો બચ્ચા હૈ જી

Bhaskar News, Surat

SVNITમાં સંગીત સંઘ્યા, એન્યુઅલ ગેધરિંગમાં આજે ડાન્સ સ્પર્ધા, કાલે બંદીશ બેન્ડ



કોઈ તો રોકે કોઈ તો ટોકે, ઈસ ઉમ્રમેં તુમ આઓગે તો લગેગા..દિલ તો બચ્ચા હૈ જી..યુવાનીમાં અભ્યાસની સાથે સમય કાઢીને એન્યુઅલ ગેધરિંગમાં ઝૂમતા હૈયાઓએ આ ગાયન પર વન્સ મોરની બૂમો પાડી હતી.



એસવીએનઆઈટી ખાતે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ગુરુવારે એન્યુઅલ ગેધરિંગનો પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં આજે શુક્રવારે ડાન્સ સ્પર્ધા યોજાશે અને શનિવારે પ્રસિદ્ધ બંદીશ બેન્ડ સંગીતનો જલસો રજૂ કરશે. એસવીએનઆઈટીના કલ્ચરલ સેક્રેટરી મનન શાહના જણાવ્યા મુજબ દર વર્ષે એન્જિનિયરિંગમાં અભ્યાત કરતા વિદ્યાર્થીઓ માટે એન્યુઅલ ગેધરિંગ યોજવામાં આવે છે.



આ વર્ષે ગુરુવારના રોજ સવારે ૧૧ કલાકે આ ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. બપોર સુધીમાં ક્રિકેટ અને અંતાક્ષરી સ્પર્ધા પૂર્ણ કરાઈ હતી. ત્યારબાદ સાંજે ૭ કલાકે સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ગીતો રજૂ કર્યાં હતાં.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: