દૂધવાળાએ ફેંકી દીધા 10 લાખ પાઉન્ડના ચિત્ર
એક દૂધવાળાએ ચિત્રકાર એલ.એસ.લાઉરેના જે 10 ચિત્રોને 50 વર્ષ પહેલા ફેંકી દીધા હતા, તેની કિંમત આજે 10 લાખ પાઉન્ડ થાય છે. સમાચાર પત્ર 'ડેલી એક્સપ્રેસે' બુધવારે પ્રકાશીત કરેલા સમાચાર મુજબ 72 વર્ષીય બેન ટિંપર્લેને 50 વર્ષ પહેલા લાઉરે દ્વારા બનાવવામાં આવેલા 10 ચિત્રો મળ્યા હતા, તે સમયે તેઓ એટલા પ્રખ્યાત નહોંતા.
ટિંપર્લીએ કહ્યું કે મેં વિચાર્યું કે મારા બાળકો પણ સારા ચિત્રો બનાવી શકે છે અને આવા ચિત્રો તો કોઇપણ બનાવી શકે, આ માટે મેં આ ચિત્રોને ફેંકી દીધા હતા. કલા નિષ્ણાતોનું માનવું છે કે ફેંકવામાં આવેલા ચિત્રોની કિંમત આજે અંદાજે 10 લાખ પાઉન્ડ છે.
ટિંપર્લીએ કહ્યું કે તે એક શરમાળ માણસ હતો જે હંમેશા કાળો રેઇનકોટ પહેરતો હતો અને ઉનાળામાં પણ કાળી છત્રી લઇને ચાલતો હતો.












