Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Mar 11th, 2010, 1:30 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarપાંચ લાખ કરોડ ખર્ચ,પણ વધતી જતી સમસ્યા

K Yatish Rajavat

૧૫ વર્ષમાં સરકારી ખર્ચ સામાજિક સેવાઓ પર ૧૫ ગણો વઘ્યો છે ખરો પરંતુ તેનો ફાયદો આમ આદમી સુધી પહોંચ્યો નથી. પાંચ વર્ષ પહેલાં રૂપિયામાંથી ૧૦ પૈસા આમ આદમી સુધી પહોંચતા પરંતુ હવે માત્ર ૭ પૈસા જ પહોંચી રહ્યાં છે.યુઆઇડી બહુઉદ્દેશીય ઓળખનું કામ કરશે, પણ માત્ર તેનું લક્ષ્ય પૂરું નહિ થાય. સરકારની વિકાસ યોજનાઓ પર થનારા ખર્ચનું સામાજિક ઓડિટ પણ કરવું પડશે.



સરકાર સામાજિક ક્ષેત્રોમાં સૌથી વધુ પૈસા ખર્ચવાનો દાવો કરે છે. તેને તે સર્વાગી વિકાસનો વાહક પણ ગણાવે છે. પણ શું સરકારનો ભારેખમ ખર્ચ તેના લક્ષ્યને હાંસલ કરી શકે છે. બિલકુલ નહિ જો આ વાત સાચી હોત તો દેશમાં ગરીબી રેખા નીચે(બીપીએલ) રહેતા લોકોની સંખ્યાના આંકડા ગ્રામીણ ક્ષેત્રમાં ૪૧.૮ ટકા સુધી પહોંરયો ન હોત.



તેંડુલકર સમિતિના મતાનુસાર દેશમાં ગરીબીની ટકાવારી ૩૭.૨ ટકા છે અને શહેરી ક્ષેત્રમાં આ ટકાવારી ૨૫.૭ છે. આ આંકડા એક કડવી વાસ્તવિકતા છે. વર્ષ ૨૦૦૫-૦૬થી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે સામાજિક સેવાઓ પાછળ ૪,૯૯,૦૦,૭૨૧ કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.



આટલો બધો ખર્ચ કર્યા પછી પણ સામાન્ય નાગરિકને તો માત્ર તેના સાત ટકા રકમ જ પહોંચી શકી છે. બાકીના ૯૩ ટકા એટલે કે ૪,૬૪,૦૭,૬૭૧ કરોડ રૂપિયા બરબાદ થઇ ગયા છે. સરકારી કાગળો પર આ પૈસાનો ખર્ચ જરૂર થયો છે, પણ અત્યાર સુધીમાં આ પૈસાના આઉટપુટના આંકડા મેળવવા માટે કોઇ મજબૂત પહેલ સરકારે કરી નથી.



નવા બજેટ(વર્ષ ૨૦૧૦-૧૧)માં પણ સરકારે જણાવ્યું હતું કે તે સામાજિક ક્ષેત્રો પર સૌથી વધુ ખર્ચ કરશે. તેના દાવા અનુસાર ૧,૩૬,૫૬૬.૧૨ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. તે વર્તમાન નાણાકીય વર્ષ કરતાં ૨૪ ટકા વધુ છે. રસપ્રદ બાબત એ છે કે આ ખર્ચને પૂરો કરવામાં સરકારની કુશળતા ગજબની છે.



ગયા પાંચ વર્ષમાં સરકારે જે બજેટની જોગવાઇ કરી હતી તેનો લગભગ ૯૬ ટકા ખર્ચ થઇ ગયો છે. બીજા કોઇપણ ક્ષેત્ર પર સરકારે ખર્ચનું આ પ્રદર્શન દેખવા મળતું નથી. સરકારે સામાજિક ક્ષેત્રમાં ૧૯ સેવાઓ સામેલ કરી છે. પાછલા પાંચ વર્ષમાં શિક્ષણનું ખર્ચ બેગણું થઇને રૂ.૨૭,૫૮૦ કરોડ થઇ ગયું છે.



સ્વાસ્થ્ય સેવાઓ પર પણ બેગણાથી પણ વધુ રૂ.૫,૪૩૫ કરોડ થઇ ગયું છે. જયારે પીવાનાં પાણી પર થનારું ખર્ચ રૂ. ૪,૩૮૯ કરોડથી વધીને રૂ.૮,૩૧૭ કરોડ થઇ ગયું છે. તેમાંથી મોટાભાગના ક્ષેત્રોની સ્થિતિમાં કોઇ ઝાઝો સુધારો થયો નથી અને સમસ્યાઓ વધતી ગઇ છે.



આટલી મોટી કવાયત પછી પણ ગ્રામીણ ક્ષેત્રમાં લગભગ ૪૨ ટકા લોકો ગરીબી રેખા નીચે રહેવું એ બાબત કેટલાય મોટા પ્રશ્નો ઊભા કરી શકે છે. આખરે આ સંસાધનોનો ઉપયોગ કયાં થાય છે? વાસ્તવમાં દેશમાં કયાંય પણ સોશિયલ ઓડિટ નથી થતું.



આ ખર્ચ ઉપરાંત સમાજ કલ્યાણના નામ પર પણ સરકાર લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા વાર્ષિક સબસિડી પર ખર્ચ કરે છે. રાજ્ય સરકારોની પણ તમામ યોજનાઓ છે, પણ શું સાચે જ તે બધી સફળ છે. હાલ પૂરતું તો એવું નથી લાગતું. મોડે મોડે પણ યૂનિક આઇડેન્ટિટી ડેવલપમેન્ટ ઓથોરિટી સ્થાપિત કરવાનું કામ કર્યું છે. વાસ્તવમાં આ યુઆઇડી બહુઉદ્દેશીય ઓળખનું કામ કરી શકશે.



તે નરેગામાં ખોટા મસ્ટર રોલને અટકાવવાથી લઇને ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનના લાભો જરૂરી વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં મદદ કરશે. તેમજ સબસિડી મેળવનારી વ્યક્તિની સાચી ઓળખ સંભવ બની શકે છે, પણ ઓળખથી લક્ષ્ય મેળવી શકાતું નથી. સરકારની વિકાસ યોજનાઓનો ખર્ચ સામાજિક ઓડિટ પણ કરવું પડશે.(લેખક ભાસ્કર જૂથના મેનેજિંગ એડિટર છે)

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: