Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Mar 11th, 2010, 12:38 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarમાત્ર રોડ બન્યો, બીજું કંઈ જ ન મળ્યું

Govrdhan Chaudhari, Baran

૧૮૦૦ની વસતીવાળા ગામમાં હવે માંડ ૧૫૦ લોકો બરયાં છે. આવનારા સમયમાં બારાં જિલ્લો પાવર હબ બની શકે છે. રાહ છે તો ફક્ત સરકારી બાબુઓના જાગવાની
હાડૌતી વિસ્તારનો બારાં જિલ્લો કૃષિ ઉત્પાદનના મામલે પંજાબને પણ પાછળ પાડી દે છે, પરંતુ વિકાસની વાત અહીં કોઈ અર્થ વગરની નથી. કિશનગંજ અને શહબાદની લગભગ ૯૦ હજારની વસ્તી માટે બે ટંકનું ખાવાનું પણ મેળવવું મુશ્કેલ છે. સહરિયા જનજાતિના લોકોનો વિકાસ એટલો થયો છે કે સરકાર પાસેથી દર મહિને મફતમાં મળતા ૩૫ કિલો ઘઉ અને જંગલી કંદમૂળ ખાઈને જ જીવન પસાર કરી રહ્યા છે.



બારાંના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી સડક યોજનામાં સડકો તો બની છે પરંતુ બાકી કશું જ થયું નથી. પીંજના ગામના લાલારામ પટેલે જણાવ્યું કે પીવાનું પાણી કે રોજગાર જેવું કશું જ નથી. નરેગાથી પણ રાહત નથી મળી. ૧૮૦૦ની વસ્તીવાળા ગામમાં અત્યારે માંડ ૧૫૦ લોકો બરયા છે. બાકીના લોકો રોજગારની શોધમાં બહાર જતા રહ્યા છે. ગામના જ ગોપાલ, જગન્નાથ, પૂરન અને ભેરૂલાલે જણાવ્યું કે નરેગામાં કામ નથી મળી રહ્યું.



સંભાવનાઓ તો છે



આવનારા સમયમાં બારાં જિલ્લા પાવર હબ બની શકે છે. અંતામાં ગેસ આધારિત વીજળી પ્લાન્ટ અને છબડામાં થર્મલ પાવર સ્ટેશન પહેલાંથી જ કામ કરી રહ્યાં છે. છબડા થર્મલમાં ૬ એકમો બન્યાં છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રની કંપનીઓએ પણ અહીં થર્મલ પાવર પ્લાન્ટ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. કૃષિ પેદાવાર સારી હોવાના કારણે એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી સંભાવનાઓ છે.



સરકારી દાવા



કલેક્ટર નવીન જૈન જણાવે છે કે વિકાસમાં પાછળ હોવાના જુદાં-જુદાં કારણો છે. સહરિયા આદિવાસીઓ માટે સરકારે કેટલીય નવી યોજનાઓ ચલાવી છે પરંતુ તેમાં જાગૃતિનો અભાવ છે. જિલ્લામાં ઊર્જા અને એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં વિકાસની અનેક સંભાવનાઓ છે.



અધિકારી બતાવે છે કે નરેગામાં લગભગ ૧૦ હજાર લોકોને ૧૦૦ દિવસનું કામ મળે છે. ૧૪૯૪ શાળાઓમાં મિડ-ડે મિલ આપવામાં આવે છે. આ ઉપરાંત ૮૯૦ લોકોને ઇન્દિરા આવાસ યોજનામાં મકાન આપવામાં આવ્યા છે. આદિવાસીઓને મફત ચોખા પણ આપવામાં આવી રહ્યા છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: