જો...
Utsav
સૂર્યના બરાડા સાંભળી શકાય
ચંદ્રના અજવાસનો રોજમેળ
દરિયામાં દરોડા પાડી
જપ્ત કરવામાં આવે
કોઇ તારો એમની વસતી ગણતરીનું પત્રક
ધરતી પર મોકલે
મેઘધનુષની નીચે
દોરનાર એનું નામ લખી દે
વાદળો પર લિટરનું લેબલ લગાવવામાં આવે
દિવસ-રાતનાં હાજરીપત્રક તપાસવામાં આવે
વરસાદની લિપિ ઉકેલી શકાય
તો
આખા વિશ્વને ખબર પડી જાય
કે
ઈશ્વર ગુજરાતી છે.

- ભાવેશ ભટ્ટ












