Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Mar 4th, 2010, 3:36 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskar૨૪ કલાક ચાલતી ઈ-લાઇબ્રેરીનો પ્રારંભ

Agency, Dubai

ચોવીસ કલાક ચાલતી ઈ-લાઇબ્રેરી અબુધાબીમાં શરૂ કરવામાં આવી છે. આ નવીન લાઇબ્રેરીમાં તમને કોઈ લાઇબ્રેરિયન નજરે નહીં પડે, પરંતુ વાચકો કોઈપણ સમયે ત્યાં આવી શકશે, લાઇબ્રેરીની સેવાઓ લઈ શકશે અને વ્યવહાર કરી શકશે. ૨૦મા અબુધાબી આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાના પ્રસંગે અબુધાબીના સંસ્કૃતિ અને વારસા સત્તામંડળે ગઇકાલે સેવાના નવીન ખ્યાલો સાથેનાં પુસ્તકાલયોની નવી શ્રેણી શરૂ કરી હતી.

આ પુસ્તકાલયમાં અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. પુસ્તકપ્રેમી બુક સર્ચની મદદથી લાઇબ્રેરી કેટેલોગમાં સર્ચ કરીને એ જાણી શકશે કે સત્તામંડળની લાઇબ્રેરીમાં પુસ્તકો, સામયિકો, ઓડિઓ-વિઝ્યુઅલ મટીરિયલ્સ કે અન્ય સામગ્રી કયાં છે. અહીંના બોરોઈગ સ્ટેશનમાં રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટિફિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. પુસ્તકાલયના સભ્યો જાતે જ લાઇબ્રેરીની આઈટમ્સ (પુસ્તક, સીડી/ડીવીડી, ઓડિયો બુકસ) મેળવી અને રીન્યુ કરી શકશે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: