Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Mar 3rd, 2010, 7:04 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarપરીક્ષાર્થીઓ અને વાલીઓ માટેનું પાથેય

Pankaj Aundhiya

સ્પર્ધાત્મક પરીક્ષા હોય, કલા હોય કે કોઇ વાણિજ્યિક સાહસ હોય-પૂર્ણ ઉત્સાહ ઉમંગ અને તરવરાટથી સફળતાનો પ્રયત્ન કર્યોછે? જો ‘હા’ તો આટલી વાત પૂરતી છે. હાર-જીત નહીં, પ્રયત્નની પૂર્ણતા મહત્વની છે.



'THE MAGIC OF INNER DISCOVERY'



DISCOVERY શબ્દ આપણે અવારનવાર સાંભળીએ અને જોઇએ છીએ. ટી.વી.ની લોકપ્રિય ચેનલ ‘DISCOVERY’ આપણે માણીએ છીએ અને ક્યારેક અન્યને પણ આ ‘DISCOVERY’ જોવાની સલાહ આપીએ છીએ ખરું ને! પણ આ ‘DISCOVERY’ બહારની દુનિયાના ‘ખજાના’ની છે, જ્યારે આપણા મનમાં પણ એક અનમોલ ખજાનો ‘DISCOVERY’ની રાહ જોઇ રહ્યો હોય છે, જેનાથી મોટાભાગે આપણે અજાણ હોઇએ છીએ.



આ ખજાનાની ખોજ જો સમયસર ન કરવામાં આવે તો આ અનમોલ મનુષ્યની ‘હાલત’ અખબારની પસ્તી જેવી થઇ શકે છે, અને આ અનમોલ ખજાનાની સમયસર શોધ અને પ્રાપ્તિ ચહેરા પરની ચિંતાની કરચલીઓને હંમેશ માટે વિદાય કરી આપણી મુખમુદ્રાને આનંદ અને આત્મવિશ્વાસથી છેવટ સુધી છલકતી રાખવાની ક્ષમતા ધરાવે છે.



તો શા માટે આપણી આ ભીતરના અનમોલ ખજાનાને અવગણવો જોઇએ? મનુષ્યનું જીવન એટલે અનંત શક્યતાઓ, અપાર સર્જનાત્મકતા અને અનેકવિધ સંવેદનાઓનો સરવાળો અને આ ખજાનો આપણા મનમાં, અસ્તિત્વમાં ધરબાયેલો જ રહે છે, અને મૃત્યુ એટલે આ તમામનું કાયમ માટે પૂર્ણવિરામ.



બોલો, આપણે મનુષ્ય તરીકે જીવતા છીએ એ કાંઇ નાનીસૂની ખુશીની વાત છે?
અરે, પરમ ખુશીની વાત છે મિત્રો, ‘તો ચાલો જીવતા હોવા બદલ એકબીજાને અભિનંદન આપીએ.’



કપાળ પર ચિંતાની કરચલીઓને ચહેરા પરનો આનંદ અને સંતોષની રેખાઓમાં પલટવાની ઊર્જા કુદરતે આપણા ભીતરના ખજાનામાં અખૂટ જથ્થામાં ભરી જ છે, પણ આપણે તેનો ઉપયોગ રેશનકાર્ડ પર મળેલા જથ્થાની જેમ કંજૂસાઇથી કરીએ છીએ અને નાની અમથી મુશ્કેલી કે બિંદુ સમાન નિષ્ફળતાથી અકાળાઇને, હતાશ થઇને ક્યારેક સાગર જેવા સમગ્ર જીવનનો ‘દાવ’ ડિકલેર કરવા સુધી પહોંચી જઇએ છીએ, જે જીવનના ખેલમાં ખુમારીની વાતો કરતા ખેલાડીનું લક્ષણ નથી જ.



ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાના વિદ્યાર્થીઓ અને સન્માનનીય વાલીઓને આ લેખના માઘ્યમથી અમે આહ્વાન કરીએ છીએ કે ‘Don’t Worry, Work Hard Be Happy’ જીવનના દરેક તોફાન, મુશ્કેલીઓ અને નિષ્ફળતાની સાપેક્ષમાં જીવતા હોવાની ઘટના અનેકગણી ચડિયાતી, મહાન અને અનંત બળવત્તર શક્યતાઓના ખજાનાથી ભરેલી છે.



પરીક્ષાના અંતિમ દિવસોમાં આપણા સંતાનોને તેમનામાં રહેલા આ ‘ખજાના’ની યાદ દેવડાવી ખુશ રાખીએ, અપેક્ષાઓના ભારથી દબાણ ઉત્પન્ન કરવાને સ્થાને હાસ્ય, હિંમત અને હૂંફના સથવારે હળવા ફૂલ બનાવીએ. ભીતરનો અખૂટ ખજાનો દરેક મનુષ્ય ધરાવે છે.



અકાળે ‘દાવ’ ડિક્લેર કરતા મનુષ્યે આ ખજાનાની સમયસર જાણકારી મેળવી નથી હોતી, એટલી જ ભેદરેખા છે વિજેતા અને મેદાન છોડનારા વચ્ચેની. કોઇ એક ક્ષેત્ર, કોઇ એક પરીક્ષા કે કોઇ એક ઘટનાની નિષ્ફળતા કે સફળતા માત્ર સમગ્ર મનુષ્યજીવનની ક્ષમતા કે ગુણવત્તાની પારાશીશી નથી જ મિત્રો...



એટલે જ પરીક્ષાના સમયે આપણા સંતાનોને ‘પ્રેશર’ નહીં પણ ‘પ્રેમ’ આપીએ, હૂંફ અને હિંમત આપીએ.



કોઇ એક ક્ષેત્રની નિષ્ફળતા એ અન્ય ક્ષેત્રની સફળતાની, તીવ્રતાની માત્રા વધારવાનો મુકામ બની શકે જો આપણા ભીતરના ખજાનાની આપણે સમયસર DISCOVERY કરી લઇએ.
સ્પર્ધાત્મક પરીક્ષા હોય, કલાનું ક્ષેત્ર હોય કે કોઇ પણ વાણિજિયક સાહસ હોય-પૂર્ણ ઉત્સાહ ઉમંગ અને તરવરાટથી સફળતાનો પ્રયત્ન કર્યો છે? જો જવાબ ‘હા’ હોય તો આટલી વાત પૂરતી છે.



હાર-જીત મહત્વની નથી, પ્રયત્નની પૂર્ણતા મહત્વની છે. કોઇ નાનકડા પવનના તોફાનથી ડરીને મઝધારે પહોંચાડેલી નાવને પાછી વાળી લેવી એ આપણા ભીતરના ‘સામર્થ્ય’ પ્રત્યેની અશ્રદ્ધા છે.



‘કહો ન ખુદા સે કી લંગર ઉઠા દે,
હમ તુફાંઓ કી જિદ્દ દેખના ચાહતે હૈ...’



જીવનના તોફાનો અને પડકારો સામે મુકાબલો કરવા આવું પોલાદી મનોબળ હોય તેને લક્ષ્ય પ્રાપ્તિ થયા વગર રહે ખરી? એટલે જ કહ્યું છે કે...

‘જીવન મેં કુછ કરના હૈ તો મન કો મારે મત બૈઠો,
આગે આગે બઢના હૈ તો હિંમત હારે મત બૈઠો.’
LET US REDISCOVER OUR INTERNAL TREASURE



‘થાકો નહીં નિષ્ફળતાથી તેનો પણ આરો હોય છે!’
છકો નહીં સફળતાથી આ નશો ઊતરનારો હોય છે.
કુદરતની કોર્ટમાં એવો એક ધારો હોય છે, કે
વારો આજે તમારો તો કાલે મારો હોય છે!!



students
સ્પાર્ક પ્લગ: ક્યારેક Ego છોડવાથી કાયમ માટે લેવાતો ENO છોડી શકાય છે!

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: