Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Mar 3rd, 2010, 12:10 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarભારતીયોને કુવૈતમાં નોકરી નહિ

Agency, Dubai

photoકુવૈત સ્થાનિક લોકોને રોજગાર મળી રહે તે માટે વિદેશીઓને નોકરી આપવા પર પ્રતિબંધ મુકી શકે છે. જો આ પ્રકારનો પ્રતિબંધ મુકવામાં આવે તો ખાડી દેશોમાં નોકરી માટે જતા ભારતીયોને ઘણું જ નુકસાન થઈ શકે છે. નોકરી માટે કુવૈત ભારતીયોમાં પસંદગીનું સ્થાન છે. કુવૈતમાં બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે અને હવે વિદેશીઓની ભરતી પર પ્રતિબંધ મુકી શકાય તેમ છે. ખાડીના અન્ય દેશોની જેમ કુવૈતમાં પણ વિદેશીઓને બદલે સ્થાનિક લોકોને નોકરી આપવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

કુવૈત સિવાય અમીરાત, બહેરીન, સાઉદી અરબ, ઓમાન અને કટરમાં પણ બેકારી વધતી જાય છે અને આ જ કારણોસર આ દેશો નવો કાયદો બનાવવાનું વિચારી રહ્યા છે.

કુવૈતમાં વિદેશીઓની નોકરી પર પ્રતિબંધ મુકવામાં આવે અને કાયદો બદલવામાં આવે તો 60 હજાર વિદેશીઓ પોતાની નોકરી ગુમાવી શકે છે. કુવૈત સરકાર હવે અતિ કુશળ વિદેશીઓની જ ભરતી કરશે, જ્યારે મેનેજમેન્ટ, ઈન્ફર્મેશન અને કમ્યુનિકેશનના ક્ષેત્રે 3000 કુવૈત નાગરિકોને ખાસ તાલીમ આપવામાં આવશે.

* દુબઈ બુર્જનું ઉદ્ઘાટન
* દુબઈ સંકટની અસર : ત્રણ ભારતીયોએ આત્મહત્યા કરી
* દુબઈ કટોકટીની અસરો હવે વર્તાશે

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: