ભારતમાં બાળકી હોવાની કેટલી કિંમત ચૂકવવી પડશે??
રાજસ્થાનના જેસલમેર અને બારમેર રણ વિસ્તારમાં આવે છે. આ વિસ્તારોનું આગવું મહત્વ છે.જો કે આ વિસ્તારમાં બાળકીનો જન્મ થાય તો તેને તરત જ મારી નાંખવામાં આવે છે.
ગર્ભ રહ્યાના થોડા સમય બાદ સોનોગ્રાફી કરાવામાં આવે છે અને જો ગર્ભમાં બાળકી હોય તો તરત જ ગર્ભપાત કરાવી નાંખવામાં આવે છે.
જો કે હવે સરકારી લાભ લેવા માટે આ વિસ્તારોમાં બાળકીનો જન્મ જરૂર થાય છે પરંતુ સરકારી સહાય મળતાં જ બાળકી ગાયબ થઈ જાય છે.
મહિલાઓ પોતાની દીકરીને હોસ્પિટલમાં જન્મ તો આપે છે અને ઘરે પણ લાવે છે પરંતુ બહુ થોડા દિવસોમાં તે બાળકી ગાયબ થઈ જાય છે. નર્સ, દાયણો મહામહેનતે બાળકીનો જન્મ કરાવે છે પરંતુ બાળકી બહુ નિર્દયતાથી ગાયબ કરી દેવામાં આવે છે.
સામાજિક કાર્યકરે કહ્યું હતું કે, બાળકીની ચોક્કસપણે હત્યા કરી નાંખવામાં આવે છે. કેટલીક જ્ઞાતિઓ સરકારી સહાય મેળવવા માટે બાળકીને જન્મ તો આપે છે પરંતુ જીવન આપતી નથી. છેલ્લાં પાંચ વર્ષોમાં ઘણી જ બાળકીઓ મોતને ભેટી છે. જેસલમેર જિલ્લામાં 1000 છોકરાઓ સામે 869 છોકરીઓ છે. જ્યારે બારમેરમાં 1000 છોકરાઓ સામે 919 છોકરીઓ છે. ભારતમાં 1000 છોકરાઓ સામે સરેરાશ 933 છોકરીઓ હોય તે આદર્શ સ્થિતિ ગણવામાં આવી છે.
હોસ્પિટલની નર્સે જણાવ્યું હતું કે, તે છેલ્લાં 8 વર્ષોથી કામ કરે છે. 10-12 બાળકીઓને મારી નાંખવામાં આવી હોય આ બાબતથી તે માહિતગાર છે. માતા પર પતિ અને સાસરી પક્ષનું જબરજસ્ત દબાણ હોય છે અને માતા ઈચ્છે તો પણ પોતાની બાળકીને જીવતી રાખી શકતી નથી.
ગામના લોકો આ મુદ્દે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરતા નથી પરંતુ સરકારે બાળકીઓ માટેની યોજનાઓ જાહેર કરી છે તેની કોઈ જ અસર થઈ નથી. માતા સુખરૂપ પોતાના બાળકને જન્મ આપે તે માટે કેટલીક સરકારી યોજના છે પરંતુ આની અવડી અસર જોવા મળી રહી છે.
વધુમાં નર્સે જણાવ્યું હતું કે, હા, પહેલા કરતાં ડિલવરી થવાના કેસમાં વધારો થયો છે પંરતુ હવે માત્રને માત્ર સરકારી સહાય મેળવવા માટે જ ડીલીવરીની સંખ્યામાં વધારો થયો છે.
આધુનિક ભારત ઘણી જ પ્રગતિ કરી રહ્યો છે પરંતુ આજે આ જ ભારતમાં એક નવજાત બાળકી સલામત રીતે પોતાનું જીવન જીવી શકતી નથી. શું ભારત સાચે જ પ્રગતિના પંથે છે...!!!
આ અંગે તમે શું માનો છો? તમારા મંતવ્યો ફિડબેક આપ્સન દ્વારા અમને લખી મોકલાવો.
* માત્ર બાળકી જ નહીં કાયદાને પણ ટૂંપો
* મહેસાણામાંથી નવજાત મૃત બાળકી મળી
* કપરૂપુરની મહિલાને વિચિત્ર બાળકી અવતરી
* મહિલાના ખોળામાં રહેલી આ બાળકી કોણ?
* ‘આ મૃત બાળકી મારી નથી’ જનેતાએ નનૈયો ભણી દીધો
.












