Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Feb 25th, 2010, 2:32 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarશું રેલવે બજેટ જેવા પાટા પર ચાલશે સામાન્ય બજેટ?

Sharemanthan.in

રાજીવ રંજન ઝા
બજેટની ઠીક પહેલાં બજારની આશા અને આશંકાઓ આમ-તેમ ઝૂલતી રહે છે.



બજેટને લઇને ક્યારેક કહેવામાં આવે છે કે ઘણી આશાઓ બાંધવામાં આવી છે અને નાણાંમંત્રી આ આશાઓને પૂર કરવાની સ્થિતિમાં નથી. ક્યારેક કહેવામાં આવે છે કે બજાર આ બજેટથી ઘણી ઓછી આશાઓ લગાવી રહ્યું છે અને આ વાત બજેટ પછીની શક્યતાઓ માટે સારી છે. હવે રેલવે બજેટને લઇને બજારમાં એ આશા જાગી છે કે સામાન્ય બજેટમાં પણ કદાચ ઉદ્યોગોનું ધ્યાન રખાય અને ઓછો બોજ નાંખવામાં આવે.



જો કે મમતા બેનર્જીને ઉદ્યોગોથી આ આશા ન હતી કે તેઓ ખાનગી ક્ષેત્રો માટે રેલવેના દરવાજા ખોલવાની વાત કરશે. કંઇક કોલ-લુભાવન વાત તો થવાની જ હતી, તેમણે તો પોતાના રાજ્યમાં જલ્દીથી ચૂંટણી તો લડવી છે. પરંતુ આ લોક-લુભાવ રેલવે બજેટમાં પણ કેટલીક વાતો ભવિષ્ય અંગે એક સ્પષ્ટ વિચારનો સંકેત આપે છે, કેટલીક આશાઓ જગાવે છે. આવતા 10 વર્ષમાં 25,000 કિલોમીટરની રેલવે લાઇન બનાવાની વાત જ જોઇ લો.



ઇન્ડિયા ઇન્ફોલાઇનના ઉપાધ્યક્ષ (રિસર્ચ) અમર અંબાણીએ પોતાની એક ટિપ્પણીમાં બિલકુલ સટીક કહ્યું કે જો આ લક્ષ્યના 40.50 ટકા પણ પ્રાપ્ત કરી શકાશે તો તેનાથી રેલેવમાં એક મોટો ફેરફાર આવી જશે. આ ક્ષેત્રમાં સક્રિય કંપનીઓ માટે તો તે બહુ મોટો અવસર હશે જ. જરા વિચારો કે છેલ્લાં 58 વર્ષોમાં રેલવેને 10,419 કિલોમીટરની રેલવે લાઇનો પાથરી છે. રેલવેનું કુલ નેટવર્ક 64,015 કિલોમીટર છે. ભારતીય રેલવેના 157 વર્ષના ઇતિહાસમાં અત્યારસુધીમાં કામ થઇ શક્યું છે, તેનું અંદાજે 40 ટકા કામ આવતા 10 વર્ષમાં કરવાની વાત થઇ રહી છે. જો હકીકતમાં આ લક્ષ્ય પ્રાપ્ત થઇ ગયું અથવા તો અમર અંબાણી કહી રહ્યા છે તેમ તેનું અડધું કામ પણ થઇ ગયું તો મમતા બેનર્જીના આ રેલવે બજેટને ઐતિહાસિક મહત્વ મળી જશે.



કેટલાંય લોકોને આ વાત પર આશ્ચર્ય થશે કે રેલવે બજેટમાં નૂરભાડું વધશે નહિં. પરંતુ હકીકત એ છે કે નૂર ભાડું પહેલેથી જ વાજબી સ્તરો કરતાં વધારે છે અને નૂરભાડું વધતા જ માલ ટ્રાન્સપોર્ટનો હિસાબ-કિતાબ સડક માર્ગના પક્ષમાં વધુ થઇ જશે. અને રહી વાત રેલવે બજેટના રસ્તા પર સામાન્ય બજેટ રાખવાની વાત, તો એટલું યાદ કરાવી દઉં કે મમતા બેનર્જી અને પ્રણવ મુખર્જી ભલે એક રાજ્યમાંથી જ હોય, બંનેના રાજનીતિક ફલક બિલકુલ એક જેવા નથી. પ્રણવ બાબુ ચાલશે તેમના હિસાબથી, મને લાગે છે કે તેમના બજેટને જોતા બજાર ચોંકશે, ખુશ થશે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: