Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Feb 24th, 2010, 12:36 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarસકારાત્મક વલણ સફળતા અપાવે છે

Jivan-Panth

Hanumanjiસામેવાળા પર અનુકૂળ પ્રભાવ પાડવો પણ એક કળા છે. તમારી બોલવા-ચાલવાની રીત, હાવભાવનું પ્રદર્શન, વિચારવાની-સમજવાની શૈલી જો સામેવાળાને અનુકૂળ વાતાવરણ આપશે તો મેનેજમેન્ટના નિષ્ણાતો તેને પોતાની ભાષામાં પોઝિટિવ સ્ટ્રોક્સ કહે છે, નહીંતર નેગેટિવ સ્ટ્રોક્સનું નુકસાન જોવા મળે છે.



હનુમાનજી જ્યારે લંકા પહોંચ્યા, તો સ્થિતિ પ્રતિકૂળ હતી. રાક્ષસોનો તે કિલ્લો અભેધ હતો,વધારામાં માયાનગરી. હનુમાનજી જ્યારે પ્રથમ વખત વિભીષણને મળ્યા તો તેમના મનમાં એ વિચાર આવ્યો કે વિભીષણનું મકાન લાગે છે તો સજજન જેવું પરંતુ લંકામાં કોઈના પર વિશ્વાસ મુકાય નહીં. રામાયણમાં લખ્યું છે કે જ્યારે વિભીષણ જાગ્યા તો હનુમાનજીએ બ્રાહ્મણનું સ્વરૂપ ધરીને તેમની સાથે વાતો કરી. આને પોઝિટિવ સ્ટ્રોક્સ કહે છે.



પ્રથમ વખત વિભીષણ સાથે મુલાકાત થઈ રહી હતી. તેમણે વિચાર કર્યો કે આ વ્યક્તિને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને મળવું જોઈએ, કેમ કે સામાન્ય રીતે બ્રાહ્મણને સન્માન આપવામાં આવે છે. બ્રાહ્મણના સ્વરૂપમાં હનુમાનજીના હાવભાવ, તેમની બોલચાલની રીત અને પોતાની વાતને રજૂ કરવાની પદ્ધતિ એટલી અસરકારક હતી કે વિભીષણ રાવણનો વિરોધ કરવા તૈયાર થઈ ગયા.



આ રીતે હનુમાનજીએ રાવણનું એક મોટું નુકસાન એ રીતે કર્યું કે વિભીષણના મનમાં ભગવાનનો પ્રભાવ અને સ્વભાવ બંને સ્થાપિત કરી દીધા. રાવણના દરબારમાં પણ રાવણ સાથે જે રીતે હનુમાનજીએ એવી ચર્ચા કરી જે પ્રભાવશાળી પ્રસ્તુતિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે. જો તમે તમારા વ્યક્તિત્વમાં પણ પ્રભાવશાળી પ્રસ્તુતિકરણનો પ્રયોગ કરવા માગતા હો તો સૌપ્રથમ થોડું સ્મિત રેલાવો.



પં. વિજયશંકર મહેતા

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: