Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Monday, Feb 22nd, 2010, 2:12 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarડેવિડ હેડલી રાક્ષસ : રાહુલ ભટ્ટ

Bhaskar News, Mumbai

વર્ષ ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈ પર થયેલા ત્રાસવાદી હુમલામાં શંકાસ્પદ ત્રાસવાદી ડેવિડ હેડલીની સંડોવણી પ્રકાશમાં આવ્યાના ચાર મહિના પછી ફિલ્મ સર્જક મહેશ ભટ્ટનો દીકરો રાહુલ ભટ્ટ એ અમેરિકન નાગરિકનો વિશ્વાસઘાત જીરવી શકતો નથી અને તેને ‘આતંકવાદી શિયાળ’ અને ‘સંપૂર્ણ રાક્ષસ’ તરીકે ઓળખાવે છે.

‘‘આ ઘટનાથી હું પૂરેપૂરો ધ્રુજી ગયો છું. દરેક વ્યક્તિમાંથી મારો વિશ્વાસ ઊઠી ગયો છે. હવે તો હું મારી ગર્લફ્રેન્ડ પર પણ વિશ્વાસ કરતાં ડરું છું. મારા કુટુંબીજનો પર પણ શંકા કરવા માંડયો છું. હું દરેક જણ પર શંકા કરતા પોલીસમેન જેવો બની ગયો છું. જાણે માનસિક ગ્રંથિ બંધાઈ ગઈ હોય એવું લાગે છે,’’ એમ ૨૮ વર્ષીય રાહુલ ભટ્ટ કહે છે.

ન્યુટ્રિશનિસ્ટ અને ફિટનેસ સલાહકારનો વ્યવસાય કરતો રાહુલ ભટ્ટ પોતે પેરાનોઈયા પીડિત અને ઝેનોફોબિક (સૌ પર શંકાશીલ રહેવાની મન: સ્થિતિ)બની ગયો હોવાનું કહેતાં ઉમેરે છે કે ‘‘દરેક માનવ સંબંધમાંથી મેં વિશ્વાસ ગુમાવી દીધો છે. હેડલીની ઘટનાને લીધે મને ઘણી અસર થઈ છે, પરંતુ એ અનુભવથી મને ડહાપણ સુઘ્ધાં મળ્યું.

ખાસ કરીને વિદેશીઓ માટે હું પૂરેપૂરો શંકાશીલ બની ગયો છું. હવે હું પૂરેપૂરો રક્ષણાત્મક અને કવચધારી બની ગયો છું. હંમેશ જાગ્રત અને સતર્ક બની ગયો છું.’’ ડેવિડ હેડલી મુંબઈમાં રહ્યો એ દિવસોમાં રાહુલ ભટ્ટ સાથે પરિચય હોવાની બાબતના અનુસંધાનમાં સુરક્ષા એજન્સીઓ તપાસ સંસ્થાઓની પૂછપરછના જવાબમાં રાહુલ ભટ્ટે આ લાગણીઓ વ્યક્ત કરી હતી.

હેડલી વિશેના સવાલનો જવાબ આપતાં રાહુલનો સૂર ઉગ્ર બની જાય છે. ‘‘હું હેડલીને ઓળખતો હતો? જવાબ છે, ‘હા’ અને ‘ના’. હું જે ડેવિડ હેડલીને ઓળખતો હતો એ જુદો માણસ હતો અને હવે તેની જે છબિ ઊપસી રહી છે એ જુદા માણસની, માણસની નહીં ‘સંપૂર્ણ રાક્ષસ’ની છે. તેની સાથેની વાતચીતમાં ત્રાસવાદી સંપર્કોની કયાંય શંકા પડતી નહોતી. મારા પિતા ત્રાસવાદ પર ફિલ્મ બનાવતા હતા અને હું હેડલી પાસેથી અમેરિકન દ્રષ્ટિકોણથી ત્રાસવાદને સમજવા પ્રયાસ કરતો હતો.એ બુદ્ધિશાળી અને જાણકાર માણસ હતો.’’

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: