Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Sunday, Feb 21st, 2010, 2:15 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarરાજ્યના પ્રથમ NRG સેન્ટરનું લોકાર્પણ

Bhaskar News, Vadodara

ગુજરાતને બિન નિવાસી ગુજરાતીઓના નાણાંમાં નહીં પણ તેમની બુદ્ધિ પ્રતિભા અને અનુભવ-ક્ષમતામાં રસ છે , સરકાર આ સેન્ટરના વિકાસ માટે પૂરેપૂરો સહયોગ આપવા કટિબદ્ધ છે : આરોગ્ય-બિન નિવાસી પ્રભાગના મંત્રી જયનારાયણ વ્યાસ

સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી અંતર્ગત વડોદરામાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપની વિભાવના હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને વી.સી.સી.આઇ. દ્વારા સ્થાપિત બિન નિવાસી ગુજરાત(એનઆરજી) સેન્ટરનું રાજ્યના આરોગ્ય-બિન નિવાસી પ્રભાગના મંત્રી જયનારાયણ વ્યાસે આજે લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતને બિન નિવાસી ગુજરાતીઓના નાણાંમાં નહીં પણ રાજ્યના વિકાસ માટે તેમની બુદ્ધિ પ્રતિભા, અનુભવ અને ક્ષમતામાં રસ છે. તેમણે વડોદરામાં શરૂ થયેલા એનઆરજી સેન્ટરના પ્રવૃત્તિઓના વિકાસ માટે સરકાર પૂર્ણ સહયોગ આપશે તેમ જણાવ્યું હતું.

વડોદરામાં એનઆરજી સેન્ટરનું લોકાર્પણ તેમજ સેન્ટરની વેબસાઇટને ખુલ્લી મૂકયા બાદ મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, બિન નિવાસી ગુજરાતીઓના સંતાનો સાથે આત્મીયતા નહીં કેળવીએ અને સંબંધનો સેતુ મજબૂત નહીં કરીએ તો ગુજરાત-ભારત તેમના માટે પૂર્વજોનો પ્રદેશ બની જશે.

સંસદીય સચિવ યોગેશ પટેલે જણાવ્યું હતું કે, અન્ય રાજયમાં ગુજરાતી સમાજની સ્થાપના મમાટે રાજ્ય સરકાર રૂા.૧૦ લાખની સહાય અને હાલના ગુજરાતી સમાજોના વિસ્તરણ-વિકાસ માટે મદદ આપે છે.

વડોદરાના એનઆરજી સેન્ટરના ચેરમેન નિલેશ શુકલે સેન્ટરની પ્રવૃત્તિઓની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સેન્ટર દ્વારા એનઆરજીની ડિરેકટરી બહાર પાડવાનું તેમજ આગામી જાન્યુઆરીમાં શહેરમાં એનઆરજી સંમેલન યોજવાનું આયોજન છે. આ ઉપરાંત એનઆરજીને ગુજરાત કાર્ડ અપાવવામાં મદદરૂપ બનશે. જિલ્લા કલેકટર વિજય નેહરાએ એનઆરજી સેન્ટરના માઘ્યમથી એનઆરજીને તેમની જરૂરિયાત સંબંધી માહિતી અને મદદ મળી રહેશે તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત એનઆરજીને પોતાના સમાજ માટે કંઇક કરી છૂટવા અને ઝડપથી વિકસી રહેલા ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આમંત્રણ આપ્યું હતું. એનઆરજી સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમમાં મેયર-સાંસદ બાળકષ્ણ શુકલ, ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયા, ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા, વી.સી.સી.આઇ.ના પ્રમુખ જતીન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદનું એનઆરજી ભવન ચાલુ કરવાની માગ

એનઆરજી સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા વિશ્વ ગુજરાતી સમાજના અગ્રણી બાલુભાઇ તલાટીએ અમદાવાદ ખાતે એનેકસીમાં આવેલું એન.આર.જી. ભવન બંધ છે તેને ચાલુ કરવાની માગણી કરી હતી. આ ભવનમાં બનાવાયેલી એસી રૂમ, સ્યુટ, કોન્ફરન્સ રૂમ, ડાયનીંગ રૂમ સહિત સગવડો હોવા છતાં આ રૂમ એનઆરઆઇ-એનઆરજીને ભાડે અપાતો નથી. એનઆરઆઇ પેરન્ટસ એસો.ના મધુસુદન મહેતાએ વડોદરામાં એનઆરઆઇ હોસ્ટેલની માગણી કરી હતી.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: