જીવવાનું મુશ્કેલ થઇ જશે
જીવવાનું મુશ્કેલ થઇ જશે

ચિત્રકાર:(ગ્રાહકને) ‘સાહેબ, હું બેગમ સાહિબાનું એવું ચિત્ર બનાવીશ કે તે બોલવા લાગશે.’
ગ્રાહકે ચિત્રકારને ગુસ્સામાં કહ્યું,‘માફ કરજે ભાઇ, એણે તો આમ પણ મારા નાકમાં દમ કરી નાખ્યો છે. જો એનું ચિત્ર પણ બોલવા લાગશે તો મારું જીવવું મુશ્કેલ થઇ જશે.’
બોટલનું ઢાંકણુ
પોલીસે મન્નુને પૂછ્યું: ‘કેમ અલ્યા, રસ્તા પર કેમ પડ્યો છે?’
મન્નુ: ‘હું આખી બોટલ પી ગયો છું કારણ કે એ ખૂબ જરૂરી બની ગયું હતું.’
પોલીસે આશ્ચર્યથી પૂછ્યું : ‘કેમ જરૂરી બની ગયું હતું?’
મન્નુ: ‘સાહેબ, બોટલનું ઢાકણું ખોવાઇ ગયું હતું એટલા માટે.’
આખી દુનિયા છોડી ગયા
બે મિત્રો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. એકે કહ્યું,‘મારા દાદાજી જ્યારે મર્યા હતા, ત્યારે તે એક કરોડ રૂપિયા અમારા માટે મૂકી ગયા હતા.’
આ સાંભળી બીજો બોલ્યો,‘બસ આટલું જ. મારા દાદા તો જ્યારે મર્યા હતા ત્યારે આખી દુનિયા અમારા માટે છોડીને ગયા હતા.’












