Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 8:35 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarસાધ્વીના જામીન સુરક્ષિત

Agency, Mumbai

મુંબઈ હાઈ કોર્ટે સપ્ટેમ્બર 2008માં માલેગાંવમાં થયેલા વિસ્ફોટકના મામલાની મુખ્ય આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની જામીન અરજી પર નિર્ણય મોકૂફ રાખ્યો છે.



સાધ્વીના વકીલ દ્વારા નીચલી અદાલતમાં જામીન અરજી કરવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં તેણે હાઈકોર્ટમાં પોતાની અરજી દાખલ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે હજી સુધી તેની કોઈ આરોપનામું દાખિલ નથી કરાયું.



તમામ દલીલ સાંભળીને ન્યાયમૂર્તિ એસસી ધર્માધિકારીએ પોતાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. સાધ્વીના વકીલ મહેશ જેઠમલાનીએ દલીલ કરી હતી કે સાધ્વીને પોલીસે 14 દિવસ પહેલા ગેરકાનૂની રીતે ગિરફ્તાર કરી લીધી હતી.



જોકે એટીએસની એવી દલીલ હતી કે તેમને ગેરકાનૂની રીતે નહી પરંતુ ધરપકડ પહેલા દસ દિવસ તેમની પૂછતાજ કરવામાં આવી હતી.



જ્યારે સરકારી વકીલે જણાવ્યું કે કાર્યવાહીમાં ભલે અનિયમિતતા વર્તાઈ હોય પરંતુ ગંભીર આરોપો હોવાન કારણે તેમના જામીન નામંજૂર થવા જોઈએ.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: