બ્રિટેનમાં ‘ઈન્ડિયા ગેટ’ પર દંડ
બ્રિટેનના નોરફ્લોકમાં એક ભારતીય રેસ્ટોરાં ‘ઈન્ડિયા ગેટ’ પર સ્વચ્છતા પર ધ્યાન ન આપવાના મામલે પાંચ હજાર પૌંડ(લગભગ સાઢાત્રણ લાખ)નો દંડ લગાવવામાં આવ્યો હતો. આની સાથે જ કાનૂન પ્રક્રિયામાં થયેલ ખર્ચની પણ તેમણે ચૂકવણી કરવી પડી હતી.
સ્વાસ્થ્ય નિરીક્ષકો દ્વારા વારંવાર આપવામાં આવેલ ચેતવણી નહી માનવા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વેસ્ટ નોરફ્લોકમાં લિન મજિસ્ટ્રેટની એક કોર્ટે ‘ઈન્ડિયા ગેટ’ના માલિકની સામે આ કાર્યવાહી કરતા તેમાં થયેલ 1837 પૌંડની ચૂકવણી પણ તેણે કરવી પડી હતી.
પર્યાવરણ સ્વાસ્થ્ય અધિકારી વિક્કી હોપ્પસે જણાવ્યું કે 27 ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ 2009ની વચ્ચે રેસ્ટોરાંનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને આ દરમિયાન તેના રસોઈ ઘરમાં ખૂબ જ ગંદકી ફેલાયેલી હતી.












