વટવામાં 150 રહીશોને ઝાડા-ઉલ્ટી
અમદાવાદના છેવાડે આવેલા વટવા પાસે વિનોબા ભાવે નગરમાં પીવાના પાણી અને ગટરના ઉભરાતા પાણીને લઇને અંદાજે 150 રહીશો ઝાડા-ઉલ્ટીનો ભોગ બન્યા હતા. જેમાંથી 9 વ્યક્તિને ગંભીર સ્થિતિમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ભોગ બનનારાઓમાં એક દસમા બોર્ડનો વિદ્યાર્થી નિલેશ પરમાર પણ સામેલ છે.
આ અંગેની જાણ થતાં જ સામાજીક કાર્યકર સુનીલ રાજપુતે ઘટનાસ્થળે પહોંચી મોબાઇલ વાન બોલાવી અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ વિનોબા ભાવે નગરને પાણી પૂરુ પાડતી 20 હજારની લિટરની પાણીની ટાંકીની હાલત ખૂબ જ બિસ્માર છે. આ ટાંકીની છેલ્લાં પાંચ વર્ષથી સફાઇ થઇ નથી. જુઓ તસવીરો...





![]()










