નંદિતા દાસની ફિલ્મમાં તબ્બુ
‘ફિરાક’ પછી નંદિતા દાસ બીજી એક ફિલ્મનું દિગ્દર્શન કરવા જઈ રહી છે અને તેની આ નવી ફિલ્મમાં તબ્બુ મહત્વનો રોલ કરવાની છે. નંદિતાની આ ફિલ્મું નિર્માણ સંજય ગુપ્તા કરવાના છે. ચિત્રા બેનર્જીનું પુસ્તક ‘ધ વાઈન ઓફ ડિઝાયર’ પર આધારિત આ ફિલ્મમાં બે બહેનોની કથા છે, જેમાં એક બહેનનો રોલ તબ્બુ કરવાની છે, જ્યારે બીજી બહેન તરીકે વિદ્યા બાલનને લેવાની વાટાઘાટો ચાલી રહી છે.
કહેવાય છે કે ‘અસ્તિત્વ’ અને ‘ચાંદની બાર’ જેવો સશક્ત રોલ તબ્બુને ફરીવાર મળ્યો છે. જોવાનું એ છે કે દિગ્દર્શિકા થવાની ફિરાકમાં નંદિતા બીજી ફિલ્મ કેવી બનાવે છે.











