Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 7:21 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarકેટરીનાની બોડી ડબલ

Sunil Kukreti, Navrang

મીડિયા કહી કહીને થાકી ગયું કે ઝરીન કેટરીના જેવી જ લાગે છે, પણ લોકો એને માનવા તૈયાર જ નહોતા. ઝરીનનું પોતાનું કહેવું છે કે તે એક ફિલ્મમાં કેટની બોડી-ડબલ માટે આવી હતી.



સલમાન ખાનના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ ‘વીર’ ની હિરોઇન ઝરીન ખાન આજકાલ ખૂબ ચર્ચામાં છે, કારણ કે તેને કેટરીનાની હમસકલ કહેવામાં આવી રહી છે. ચાલો ઝરીન ખાનને જ પૂછીએ કે તે કેવી છે....



\'Zarine\'તારા વિશે જણાવીશ?



હું મુંબઇમાં જ મોટી થઇ છું. બાન્દ્રાના ‘ડ્યુરેલો કોન્વેન્ટ સ્કૂલ’ માં હું ભણી છું. ભણવામાં હું હોશિયાર રહી છું. નેવું ટકા માર્ક્સ લાવતી હતી. ભણવામાં હોશિયાર હોવાથી બધા કહેતા હતા કે એને ડોક્ટર જ બનાવવી. હું પણ એમ જ વિચારતી હતી કે ડોક્ટર જ બનીશ અને એટલે જ કોલેજમાં હું સાયન્સ ભણી, પણ આ મારું નસીબ કે મારે આ ફિલ્ડમાં આવવાનું હતું.



મેં મોડલિંગની શરૂઆત કરી અને એક દિવસ ફિલ્મ ‘યુવરાજ’ના સેટ પર મને બોલાવવામાં આવી. સુભાષજીને કેટરીનાની બોડી ડબલ જોઇતી હતી. જોકે એ સમયે બોડી-ડબલ માટે મારુ શૂટિંગ થયું નહોતું એટલે હું જલ્દી ઘરે આવી ગઇ હતી.

‘વીર’ તને કેવી રીતે મળી?



‘યુવરાજ’ના સેટ પર જ હું સલમાન પાસે તેમની ચાહકના રૂપે તેમનો ઓટોગ્રાફ લેવા ગઇ હતી. ત્યારે જ એમણે કહ્યું કે મારો ઓટોગ્રાફ શા માટે લઇ રહી છો? એક દિવસ દુનિયા તારો ઓટોગ્રાફ લેવાની છે. આ પછી મને ‘વીર’ની ઓફર મળી. તે સમયે સલમાનની એ વાત સમજાઇ.



તેં કહ્યું કે તું સલમાનની ફેન છે તો ક્યારેય કલ્પનામાં તેની સાથે એક્ટિંગ કરવાનું વિચાર્યું હતું?



જી, ના. ત્યારે હું એક્ટિંગ વિશે વિચારતી પણ નહોતી. થોડું થોડું મોડલિંગ કરીને થોડાક પૈસાની કમાણી કરી લેતી હતી. પરિવારમાં હું, મારી માતા અને મારી નાની બહેન સના છે. મારા પિતાજી અમારી સાથે નથી રહેતા. કહેવાનો અર્થ એ કે મને કમાણી સાથે લેવાદેવા હતું. કોઇ મોટું સપનું જોયું નહોતું.



શું તને પણ લાગે છે કે તું કેટરીના જેવી દેખાય છે?



આ તમે જ લોકો જણાવો તો સારું. બાકી હું મારા મોઢે કંઈ કહીશ તો નકામો વિવાદ ઊભો થશે.



હાલમાં જ સલમાને એક મુલાકાતમાં જણાવ્યું કે ચહેરો તો નહીં, પણ બંનેનો સ્કિન કલર એક જ છે. તું શું કહો છે?



આની પણ મને ખબર નથી. જો તેઓ એવું કહે છે તો એ વાતનો મને આનંદ છે. કેટરીના જેવી સ્વીટ અને સક્સેસફુલ પર્સનાલિટી સાથે મારી સ્કિનની સરખામણી કરવામાં આવી રહી છે, એનો મને ખૂબ આનંદ છે.



શું તું ક્યારેય કેટરીનાને મળી છે?



જી..હા. ‘યુવરાજ’ના સેટ પર મળી હતી. વધારે વાતો નહોતી થઇ પણ ફક્ત હાય-હલો થયું હતું.



સલમાન અને કેટરીના વચ્ચે સંબંધ છે. જ્યારે તું ‘વીર’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે એ વાતને લઇને થોડી પણ સચેત હતી?



મારે જે રસ્તે જવું જ નથી એની વિશે શા માટે વિચારવું? હું ફિલ્મ ઉપર વધારે ઘ્યાન આપી રહી હતી, કારણ કે આ મારા કરિયરની ખૂબ મોટી ફિલ્મ છે.



શું તું સિંગલ છે ?



હા, હું સિંગલ છું.



એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઇ નવી હિરોઇન ઇન્ડસ્ટ્રીઝમાં કોઇ મોટી ફિલ્મ સાઇન કરી લે છે ત્યારે એની પાછળ નિર્માતાઓની લાઇન લાગી જાય છે. તારી સાથે પણ આવું થઇ રહ્યું છે?



હા, થઇ તો રહ્યું જ છે, પણ હમણા હું ‘વીર’ વિશે દર્શકોનો અભિપ્રાય જાણી રહી છું. આના પછી જ કોઇ નવી ફિલ્મ સાઇન કરીશ.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: