Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 7:27 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarપ્રેમી-મંત્રી હવે બન્યા જાનના દુશ્મન

Divyabhaskar


એમપી રેણુકાચાર્ય અને એલએ જયલક્ષ્મીના સંબંધો એક જમાનામાં ખૂબ જ સારા હતાં. બંનેની દોસ્તીના ઉદાહરણો આપવામાં આવતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ વિપરિત બની ગઈ છે. રેણુકાચાર્યને મધ્ય કર્નાટકના હોન્નાલીથી બીજી વાર ચૂંટાઈ આવ્યા બાદ મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા છે.

જ્યારે જયલક્ષ્મીનું કહેવું છે કે રેણુકાચાર્યએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેમજ આવી વ્યક્તિને મંત્રીપદથી હટાવી દેવી જોઈએ. આ કેસ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે. તેમજ સ્થાનિય અદાલતે  રેણુકાચાર્યને હાજર થવાની નોટિસ પણ આપી હતી. જયલક્ષ્મીનું કહેવું છે કે મારી પર  ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે કે હું ફરિયાદ પાછી ખેંચી લઉ.


સાથે મળીને કોલેજ પણ ખોલી હતી

લગભગ દસ વર્ષ પહેલા જયલક્ષ્મી અને રેણુકાચાર્ય વચ્ચે દોસ્તી થઈ હતી, ત્યારે શિમોગાના એક મેડિકલ કોલેજમાં બંને કામ કરતા હતાં. જયલક્ષ્મી નર્સ હતી અને રેણુકાચાર્યની સાથે તેની દોસ્તી વધવાની સાથે જ ખાસા રૂપિયા ભેગા કરી લીધા હતા. પરણિત તથા બે બાળકોના પિતા રેણુકાચાર્યની સાથે જયલક્ષ્મીએ મળીને નર્સિંગ કોલેજ પણ ખોલી પણ તે અસફળ રહી, અને તેમની દોસ્તીમાં તીરાડ પડી.

જયલક્ષ્મીએ રેણુકાચાર્યની સામે પ્રથમ રાજ્ય મહિલા પંચ અને પોલીસની મદદ લીધી બાદમાં તેણે કોર્ટના દરવાજા ખખડાવ્યા. થોડા સમય માટે જયલક્ષ્મી વિદેશ જતી રહી હતી પરંતુ રેણુકાચાર્યને મંત્રી બનાવ્યા બાદ બેંગલુરુ આવીને તેણે આનો વિરોધ નોંધાવ્યો અને તેમને મંત્રીપદથી હટાવવાની માંગ કરવા લાગી.

 

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: