જરાક સામે તો જુઓ...
બોલીવૂડમાં ફિલ્મના પ્રમોશન માટે અભિનેતા-અભિનેત્રીઓ અલગ-અલગ નુસખાઓ અપનાવતા જોવા મળે છે. જેમાં ફિલ્મમાં પોતાના લૂક જેવા જ લૂકમાં પબ્લિક સામે આવવાનો આજકાલ નવો ટ્રેન્ડ શરૂ થયો છે.
‘પા’ અને ‘ઇશ્કિયા’ના પ્રમોશન માટે વિદ્યા બાલને પણ કંઇક આવો જ રસ્તો અપનાવ્યો હતો. ફિલ્મના લૂક મુજબ તેણે પણ સાડી અને બ્લાઉઝમાં દેશના વિવિધ શહેરોમાં પ્રમોશન કર્યું હતું.
સિન્થેટિક સાડી, સિમ્પલ બ્લાઉઝ અને હાથમાં કાચની બંગડીઓ સાથે વિદ્યા બાલને ફિલ્મોનું પ્રમોશન કરી ખાસ્સું આકર્ષણ જગાવ્યું હતું. અહીં અમે તમને વિદ્યાની ત્રણ અલગ અલગ સાડીમાં બેકલેસ તસવીરો રજૂ કરીએ છીએ.
વિદ્યા માને છે કે સાડીમાં મહિલાઓ સૌથી વધારે સેક્સી લાગે છે. શું તમે વિદ્યા સાથે સહમત છો ?


![]()
(સૌજન્ય-રેડિફ)










