શાહિદબાબા માટે કોણ વધુ સારૂં?
પંકજ કપૂર પોતાની મહત્વકાંક્ષી ફિલ્મ મૌસમ માટે ફિલ્મની અભિનેત્રીની શોધ ચલાવી રહ્યા છે. ફિલ્મમાં શાહિદ કપૂર છે. સોમવારના રોજ ગોવિંદાની પુત્રી નર્મદાએ ઓડિશન ટેસ્ટ આપ્યો હતો.
આ પહેલા શત્રુધ્ન સિંહાની પુત્રી સોનાક્ષી અને શેરોન પ્રભાકરની પુત્રી શહઝાન પદમસીએ પણ ઓડિશન ટેસ્ટ આપ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્ક્રીપ્ટ પ્રમાણે પંકજ કપૂરને એકદમ યુવાન ચહેરો જોઈએ છીએ. તેથી જ તેમણે કેટલાંક નવા ચહેરાઓનું ઓડિશન લીધું હતું. સૌ પહેલા પંકજ કપૂરે સોનાક્ષી સિંહાનો ઓડિશન ટેસ્ટ લીધો હતો. પછી શહઝાન કે જેણે ફિલ્મ રોકેટ સિંહમાં કામ કર્યુ છે.
જો કે પંકજ કપૂરને સોનાક્ષી કે શહઝાન બેમાંથી કોઈ પસંદ ના આવી હોય તેવી પૂરી શક્યતા છે. તેથી જ મહેબૂબ સ્ટુડિયોમાં સોમવારે ગોવિંદાની પુત્રી નર્મદા ઓડિશન ટેસ્ટ માટે આવી હતી. અવિનાશ ગોવારીકરે ફોટો શૂટ કર્યુ હતું.
છેલ્લાં થોડા સમયથી પંકજ કપૂરની ફિલ્મ મૌસમ ચર્ચામાં છે. ફિલ્મની અભિનેત્રીને લઈને ચર્ચા થઈ રહી છે. જો કે નર્મદાએ કહ્યું હતું કે, તેણે ફિલ્મ મૌસમ માટે કોઈ ઓડિશન ટેસ્ટ આપ્યો નથી.












