Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 6:11 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarવધારે લિક્વિડ ડાયટ, વે ટુ ઓબિસિટી

City Reporter, Ahmedabad

તાજેતરમાં જ થયેલા એક રિસર્ચમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે મેદસ્વીપણુ ખાવાની વસ્તુઓ કરતાં પીવાની વસ્તુઓમાં વધારે હોય છે. મેદસ્વીપણુ ફૂડ કેલરી કરતા લિક્વિડ કેલરીથી વધારે વધે છે. લિક્વિડ ડાયટથી કદાચ રોજની જરૂરિયાત પ્રમાણેનું ન્યુટ્રિશિન શરીરને ન મળતું હોય. આ કારણથી એનર્જી લેવલ પણ ઓછું થઇ જાય છે. ડાયટિશિયન અનુસાર લિક્વિડ ડાયટનો સહારો લેવાને બદલે બેલેન્સ ડાયટ અને દરરોજ કસરત કરીને ફિટ રહેવું જોઇએ.



બીમારીમાં ઉપયોગી છે લિક્વિડ ડાયટ



ડોક્ટર્સના મત પ્રમાણે બીમાર માણસ માટે લિક્વિડ ડાયટ ફાયદાકારક રહે છે. બહુ જાડા લોકોને પણ ડાયટિશિયન લિક્વિડ ડાયટ લેવા માટે કહે છે. જેના કારણે શરીરમાં ફેટ ઓછી થઇ શકે પરંતુ જો વજન વધારે ન હોય તો લિક્વિડ ડાયટની જગ્યાએ બેલેન્સ ડાયટ લેવો જોઇએ. ફક્ત બેલેન્સ ડાયટ લઇને પણ વજનને આસાનીથી ઓછું કરી શકાય છે.



ફક્ત લિક્વિડ ડાયટથી શરીરમાં અન્ય પ્રોબ્લેમ્સ પણ થઇ શકે છે.



અઠવાડિયામાં એક-બે વખત લિક્વિડ ડાયટ લઇ શકાય છે. પરંતુ દરેક વખતે લિક્વિડ ડાયટ લેવાથી શરીર ફેટને ડાયજેસ્ટ કર્યા બાદ પ્રોટીનને પણ ડાયજેસ્ટ કરવા માંડે છે. આનાથી વજન ઓછું તો થાય છે પણ અંદરથી કમજોર થઇ જાય છે.



જ્યારે ફરીથી વ્યક્તિ સોલિડ ડાયટ લેવાનું શરૂ કરી દે છે તો શરીર ખાધેલી વસ્તુઓને સ્ટોર કરવાનું શરૂ કરી દે છે જેના કારણે બેઘણું વજન વધવા લાગે છે. આ અંગે ડાયટિશિયન ડો. અમીબહેન જોશીએ કહ્યું કે, જો ફક્ત લિક્વિડ ડાયટ લેવામાં આવે તો હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય છે. તેના કારણે ઓબેસિટી વધી શકે છે. શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને બેલેન્સ ફૂડ ન મળે તેના કારણે પણ ઓબેસિટી વધવાના ચાન્સ વધી જાય છે.



લિક્વિડ ડાયટથી ટેમ્પરરી વેઇટલોસ થાય છે પરંતુ પરમેનન્ટ વેઇટલોસ નથી થતું. એક કે બે અઠવાડિયા સુધી લિક્વિડ ડાયટ લેવામાં આવે તો વાંધો નહીં પરંતુ તેનાથી વધારે સમય જો લિક્વિડ ડાયટ લેવામાં આવે તો તે નુકસાનકારક છે.



diet

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: