Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Feb 9th, 2010, 6:11 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarએક મહિનામાં બુર્જ ખલિફા બંધ

Agency, Dubai

દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફાનું લગભગ એક મહિના પહેલા દુબઇમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પરંતુ માત્ર એક માસની અંદર જ તેને બંધ કરવી પડી છે.



ઇમારતના નિર્માતાઓના કહેવા પ્રમાણે, ઇમારતમાં પાવર સપ્લાઇની કેટલીક ટેક્નિકલ ખામી છે. જેના કારણે હંગામી ધોરણે તેને બંધ કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાને ટૂંક સમયાં સુલજાવી દેવામાં આવશે. જોકે, કેટલાક સુત્રોના કહેવા પ્રમાણે ઇમારતના નિર્માણમાં ખામી રહી ગઇ છે અને કેટલાક સ્થળોએ તિરાડો પણ જોવા મળી હતી, જેના કારણે પણ સાવચેતીના પગલાંરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોય શકે છે.



લગભગ 2,716 ફૂટ ઊંચી આ ઇમારતનું 4 જાન્યુઆરીના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેનું નામ બુર્જ દુબઇ રાખવામાં આવ્યું હતું. જે આગળ જતાં બદલીને બુર્જ ખલીફા કરવામાં આવ્યું હતું. તેમાં હોટલ, એપાર્ટમેન્ટ અને ઓફિસો પણ છે. હાલ, તેને જોવા માટેનું ટિકિટ કાઉન્ટર પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: