ગ્રેગ ચેપલ પાકિસ્તાનના નવા કોચ?
ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ ગ્રેગ ચેપલ પાકિસ્તાનના નવા કોચ બની શકે છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રોનું માનવમાં આવે તો બોર્ડની ચેપલ સાથે વાતચીત ચાલી રહી છે અને સંભવ છે કે તેઓ જૂલાઈમાં ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કોચનું પદ સંભાળે.
જો બન્ને પક્ષે નિયમો અને શરતોને લઈને સહમતી થશે તો ચેપલ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કોચ બની શકે છે. ચેપલે પણ ટીમના કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
આ પહેલા બોબ વૂલ્મર, રિચર્ડ પાઈબસ અને જ્યોફ લોસને જેવા વિદેશી કોચ પણ પાકિસ્તાનને તાલિમ આપી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ પાકિસ્તાન એક પણ વન ડે કે ટેસ્ટ શ્રેણી જીતી શક્યુ નથી. જેથી પીસીબી ટીમ માટે કોઈ વિદેશી કોચની વરણી કરવા અંગે વિચારી રહી છે.










