Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 5:53 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarશાહરૂખને જોતા જ ફરાહ રડી પડી

Agency, Mumbai

farah_shahrukh_khanરવિવારે સવારે શાહરૂખ ખાનની ખાસ મિત્ર ફરાહ ખાને કિંગ ખાનની માય નેમ ઈઝ ખાન ફિલ્મનો ખાસ સ્ક્રિનિંગ શો જોયો હતો.

આ સ્ક્રિનિંગમાં ફરાહ ખાનની જમણી બાજુ કરણ જોહર અને ડાબી બાજુ જ્હોન અબ્રાહમ બેઠો હતો. ફરાહે સ્વીકાર્યુ હતું કે માય નેમ ઈઝ ખાનમાં શાહરૂખને જોતા જ તે રડી પડી હતી. તેણે જણાવ્યું હતું કે આ ફિલ્મમાં ઘણા લાગણીશીલ દ્રશ્યો છે.

તે ફક્ત કલાકારોના અભિનયને કારણે જ નહીં પરંતુ તેમાં રહેલા લાગણીશીલ દ્રશ્યોને જોઈને રડી પડી હતી. તેણે કરણના પિતાજી યશજીને ઘણા જ યાદ કર્યા હતા.

ફિલ્મ જોયા બાદ ફરાહ તેની ભાવનાઓ પર કાબૂ રાખી શકી નહોતી. ફરાહે ઉમેર્યુ હતું કે આ ફિલ્મમાં શાહરૂખ અદભૂત છે અને ફિલ્મ જોયા બાદ મેં તરત જ તેને બોલાવ્યો હતો અને તેને તે વાત જણાવી હતી. અમે દોઢ કલાક સુધી ફિલ્મ વિશે વાત કરી હતી.

આપણે આશા રાખીએ કે શાહરૂખ અને ફરાહ વચ્ચે પડેલી તિરાડ ઝડપથી ભરાઈ જાય અને તે બન્ને મળીને રીલ અને રીયલ લાઈફમાં કંઈક ચમત્કાર સર્જે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: