Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 8:14 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarભાજપની રાષ્ટ્રીય બેઠકમાં મદારીઓ...!!!

Agency, Indore

મધ્યપ્રદેશના ઇંદૌર ખાતે ભાજપની ત્રણ દિવસની રાષ્ટ્રીય બેઠક મળવાની છે. 17 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ બેઠકમાં બે મદારીઓને વિશેષ રીતે હાજર રાખવામાં આવશે.

મધ્યપ્રદેશના ઉદ્યોગપ્રધાન કૈલાશ વિજયવારગિયાના કહેવા પ્રમાણે, જે શામિયાણામાં બેઠક યોજાવાની છે ત્યાં બે મદારીઓ ખડે પગે હાજર રહેશે જેથી કરીને તેનાથી ભાજપના નેતાઓને કોઇ નુકશાન ન પહોંચાડી શકે.

ઉદ્યોગપ્રધાનના કહેવા પ્રમાણે આ બેઠકનું સ્થળ શહેરી વિસ્તારથી દુર અને જંગલ વિસ્તારથી નજીક છે આથી સાવચેતી રાખવામાં આવી રહી છે. બેઠકના આયોજકમાંના ભાજપના નેતાના કહેવા પ્રમાણે અમે કોઇપણ પ્રકારની લાપરવાહી વર્તવા નથી માંગતા માટે ચોવીસેય કલાક બે મદારીઓ હાજર રહેશે. તૈયારીઓના પ્રાથમિક તબક્કે સાંપ દેખાયા હોવાથી વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છેકે, આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ તરીકે ગડકરીની ઔપચારિક જાહેરાત કરી ચૂક્યાં છે. જેઓ તેમની વરણી સમયે જ કહી ચૂક્યાં છેકે, હવે ભાજપ વિજયપથ પર ચાલી નિકળ્યું છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: