ડિડ્ડીએ ક્યાં હાથ ફેરવ્યા?
સિંગર ટ્રિના અને પી.ડિડ્ડી તેમના આગામી મ્યુઝીક વિડિયો આલ્બમ મિલિયન ડોલર ગર્લમાં એક યુગલની ભૂમિકા ભજવી રહ્યાં છે. અને બન્ને વચ્ચે લવ સીન શૂટ કરવામાં આવ્યા છે. પરંતુ આ લવ સીન થોડા બોલ્ડ થઈ ગયા હતા.
જ્યારે આલ્બમનું શૂટિંગ થઈ રહ્યું હતું. ત્યારે બન્ને વચ્ચે કેટલાક બોલ્ડ સીન શૂટ કરવામાં આવ્યા હતા. ત્યારે બન્ને શૂટિંગમાં એટલા મશગુલ થઈ ગયા હતા કે ડીડ્ડીએ ટ્રિનાના સ્તન સહિત શરીરના અન્ય ભાગો પર હાથ ફેરવ્યા હતા. જો કે આ આલ્બમના એક ભાગ તરીકે જ ગણવામાં આવી રહ્યો છે. ટ્રિનાને પણ તે અંગે કોઈ વાંધો ન હોય તેમ લાગતું હતું.
આલ્બમને મારિઓ વિનાન્સ અને સીપી હોલિવુડ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. જે આગામી 30 માર્ચે યુએસની બજારમાં રજૂ થશે.













