Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 4:32 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarL&T ફાઇનાન્સના ૮.૫૦% વ્યાજના એનસીડી

Agency, Mumbai

l&Tએલ એન્ડ ટી ફાઇનાન્સે રૂ.૨૫૦ કરોડ એકત્ર કરવા માટે ૮.૫૦ ટકા વ્યાજ ધરાવતા રૂ.૧,૦૦૦ના એક એવા ૨૫ લાખ નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઓફર કર્યા છે. કંપનીનો ૨૦૧૦ એ સિરિઝનો એનસીડી ઇસ્યુ ૯મી ફ્રેબ્રુઆરીએ ખુલીને ૨૨મી ફ્રેબ્રુઆરીએ બંધ થશે. કંપનીએ ઇન્ફ્રસ્ટ્રકચર અને રિટેલ ફાઇનાન્સ પર ફોકસ વધાર્યું છે.



કંપનીએ તેની પ્રમોટર કંપનીના નેજા હેઠળ સામાન્ય વિમા ક્ષેત્રે પ્રવેશવાનો નિર્ણય લીધો છે અને ઇન્સયુરન્સ રેગ્યુલેટરી બોર્ડ ઓફ ઇન્ડિયાને દરખાસ્ત કરી છે. કંપનીએ ડીબીએસને હસ્તગત કર્યા બાદ હવે મ્યુરયુઅલ ફંડના કામકાજને વિસ્તારવાનું નક્કી કર્યું છે.



કંપનીએ એનસીડીમાં રોકાણ કરનારાને બે વિકલ્પ ઓફર કર્યા છે, જે હેઠળ પ્રથમ વિકલ્પ હેઠળ કુપન રેટ ૮.૪૦ રહેશે અને વાર્ષિક વળતર ૮.૫૮ ટકા રહેશે. વ્યાજની ચુકવણી અર્ધવાર્ષિક થશે. જયારે બીજા વિકલ્પમાં ૮.૫૦ ટકા વ્યાજ મળશે અને ચુકવણી વાર્ષિક થશે. કંપનીના શેરોને બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરવામાં આવશે. નાના રોકાણકારોએ ઓછામાં ઓછી રૂ. ૧૦,૦૦૦ની અપજી કરવાની રહેશે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: