સ્ટ્રાઇડ્સ ઑર્કોલેબ 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો
સ્ટ્રાઇડ્સ ઑર્કોલેબનો શેરમાં આજે જોરદાર વૃદ્ધિ નોંધાઇ હતી.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસિ) ખાતે ટ્રેડિંગ સેશન દરમ્યાન કંપનીનો શેર રૂ.46.05 એટલે કે 17%ની મજબૂતી સાથે રૂ.320.20એ પહોંચ્યો હતો, જે તેની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી હતી. જો કે બપોરે 3.08 વાગ્યે કંપનીનો શેર 13.44%ની મજબૂતી સાથે રૂ.311 પર હતો. બીએસઇમાં સોમવારે કંપનીનો શેર રૂ.274.15એ બંધ રહ્યો હતો.
કંપનીને લૈબેટાલૉલ હાઇડ્રોક્લોરાઇડ (એચસીએલ) ઇન્ડેકશનને દવા નિયામક યુએસ એફડીએ પાસેથી મંજૂરી મળી ગઇ છે.












