પત્નીની બ્રાની સાઇઝ ખબર છે ?
પુરુષો પત્નીઓની સામાન્ય વાતોથી કેટલાં અજાણ હોય છે તેનો ખુલાસો હાલમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં થયો છે.
બ્રિટનના ધ પરફ્યૂમ શોપ માટે 200 પુરુષોના કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે આમાંથી મોટાભાગના પુરુષ પોતાની પત્નીઓના કપડાંની સાઇઝ, વાળનો કુદરતી રંગ અને આંખોના રંગ બાબતે અજાણ હતા.
જો કે પહેલા 10માંથી 6 પુરુષોએ એવું જણાવ્યું હતું કે તેઓને પત્ની બાબતે બધી બાબતોની ખબર છે, જ્યારે તેમને પ્રશ્નો પુછવામાં આવ્યા તો જાણવા મળ્યું કે 12 ટકા પુરુષોને પત્નીની આંખોના રંગ, 10 ટકાને પત્નીનો જન્મદિવસ અને 8 ટકા પુરુષોને પત્નીના વાળના કુદરતી રંગની ખબર નહોતી.
દર ત્રણમાંથી એક પુરુષને જ ખબર હતી કે તેની પત્નીનો પસંદગીનો રંગ ક્યો છે. 30 ટકા પુરુષોને પત્નીની બ્રાની સાઇઝ ખબર નહોતી. એટલું જ નહીં 11 ટકા પતિઓને તો એ પણ નહોતી ખબર કે તેની પત્ની ક્યાં પદ પર નોકરી કરે છે. જ્યારે 12 ટકા પુરષોને પત્નીના ઘનિષ્ઠ મિત્રનું નામ પણ ખબર નહોતી.
મહિલાઓને લગતી નાનામાં નાની બાબતો પર પુરુષોએ ધ્યાન ન આપતાં પરિણામ એ આવ્યું છે કે બ્રિટનમાં દર દસમાંથી એક મહિલા પતિ સાથે સંબંધ તોડી નાંખે છે અથવા સંબંધ તોડવા નજીક પહોંચી જાય છે. જ્યારે આઠ ટકા મહિલાઓને પતિ સાથે ગંભીર વિવાદ ઉભો થાય છે.
બીજી તરફ મહિલાઓની વાત તદન જુદી છે. મહિલાઓને પુરુષોની જીણામાં જીણી બાબતની ખબર હોય છે. મહિલાઓ પુરુષના આંખના રંગથી લઇ તેના કપડાં બાબતે તમામ જાણકારી રાખે છે.
રિલેશનશિપ વિશેષજ્ઞ ફ્રેન્કાઇન કાયે જણાવ્યું હતું કે મહિલાઓ માટે નાનામાં નાની વાત મહત્વની છે. જ્યારે પુરષો માટે તેનું કોઇ મહત્વ નથી.










