Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Feb 10th, 2010, 10:30 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskar‘માય નેમ...’ શિવસૈનિકોએ ત્રણ થિયેટરને નિશાન બનાવ્યા

Agency, Mumbai

photo- કરણ જોહરે મુંબઇ પો. કમિ.ની મુલાકાત લીધી
- પો. કમિ.ના આશ્વાસનના એક કલાક બાદ મુલુંડ, ભાંડુપ, ઘાટકોપરમાં ભાંગફોડ, એડવાન્સ બુકગિં બંધ કરાવાયું


શાહરુખ ખાન અભિનિત ‘માય નેમ ઈઝ ખાન’ના પ્રદર્શનને ત્રણ દિવસ બાકી છે ત્યારે આ ફિલ્મને મુદ્દે શિવસેના અને સરકાર વરચે પ્રતિષ્ઠાનો જંગ મંડાયો છે.

ફિલ્મના નિર્માતા કરણ જોહર, મિલ્ટપ્લેકસ માલિકો અને વિતરકો મુંબઈના પોલીસ કમિશનર ડી. શિવાનંદને મળ્યા હતા અને કમિશનરે આપેલા આશ્વાસનના એક કલાક બાદ જ શિવસેના તેનું વર્ચસ પુનસ્ર્થાપિત કરવા માટે આ ફિલ્મને કોઈ પણ ભોગે પ્રદર્શિત નહીં થવા દેવા આક્રમક બનીને મુલુંડ, ભાંડુપ, ઘાટકોપરમાં આવેલા થિયેટરોને નિશાન બનાવ્યા હતા. આ સંદર્ભમાં ૧૦૯ જેટલા શિવસૈનિકોની ધરપકડ કરાઈ છે.

મુલુંડના મેહુલ થિયેટર પર જ્યારે ઘાટકોપરના શ્રેયસ થિયેટરને તોફાનીઓએ નિશાન બનાવ્યું હતું. મુંબઈના અન્ય ભાગોમાં પણ શિવસૈનિકોનો વિરોધ જોવા મળ્યો હતો. બીજી બાજુ સરકારે આ ફિલ્મને કોઈ પણ ભોગે પ્રદર્શિત થવા દેવાનું આયોજન કર્યું છે. આને કારણે આ ફિલ્મને મુદ્દે રાજકીય ગરમાટો વ્યાપી ગયો છે.

‘માય નેમ ઈઝ ખાન’ ફિલ્મ થિયેટરોમાં પ્રદર્શિત થશે તેની ખાતરી મંગળવારે મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, રાજય પોલીસ વડા એ. એન. રોય અને કમિશનર ડી. શિવાનંદે આપી હતી. આને કારણે દિગ્દર્શક કરણ જોહરે હાશકારો અનુભવ્યો હતો, જે થોડી જ વારમાં ઓગળી ગયો હતો.

ફિલ્મ રિલીઝ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પૂરતું રક્ષણ આપવામાં આવશે એવી શિવાનંદને ખાતરી આપી હોવાનું કરણ જોહરે જણાવ્યું હતું. અમને મુંબઈ પોલીસ પર સંપૂર્ણ વિશ્વાસ છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને ફિલ્મ તેના સમયે જ થિયેટરોમાં રિલીઝ થશે, એમ તેણે વધુમાં જણાવ્યું હતું.

બીજી બાજુ ‘માય નેમ ઈઝ ખાન’ ફિલ્મ પ્રદર્શિત થવાની છે તે મિલ્ટપ્લેકસીસ એસોસિયેશનના માલિકોએ અને વિતરકોએ પણ કરણ જોહરની સાથે શિવાનંદનની મુલાકાત લઈને સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

પૂર્વ પરાંનાં ત્રણ થિયેટરમાં ભાંગફોડ-દેખાવ

mynameiskhan_02દરમિયાન કરણ જોહરને શિવાનંદને ફિલ્મને પૂરેપૂરી સુરક્ષા વ્યવસ્થા પૂરી પડાશે એવા આશ્વાસન આપ્યાના એક કલાક બાદ શિવસૈનિકોએ વિવિધ ઠેકાણે ભાંગફોડ શરૂ કરી દીધી હતી. મુલુંડના આર મોલમાં થિયેટર નજીક ફિલ્મનાં પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હતાં તેમ જ મેહુલ થિયેટર નજીક પણ શિવસૈનિકો ફિલ્મની વિરુદ્ધમાં દેખાવ કરવા લાગ્યા હતા. પોલીસે અહીંથી શિવસૈનિકોની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરીને સેંકડોની ધરપકડ કરી હતી.

ભાંડુપ નજીકના હુમા મિલ્ટપ્લેકસમાં એક સ્ક્રીનમાં ચાલતા ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મ દરમિયાન શિવસૈનિકોએ અંદર જઈને સ્ક્રીન ફાડી નાખ્યું હતું અને થિયેટરના દરવાજા તેમ જ કાચને તોડીને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે અહીંથી ૧૨ શિવસૈનિકોની ધરપકડ કરી હતી. તો ઘાટકોપર પિશ્ચમના શ્રેયસ સિનેમાગૃહમાં ‘માય નેમ ઈઝ ખાન’ ફિલ્મ માટેના એડવાન્સ બુકિંગ પર શિવસૈનિકોએ રોક લગાવી હતી અને ૧૦૦ જેટલા શિવસૈનિકોએ દેખાવ કર્યા હતા. ત્રણેય વિસ્તારમાંથી પોલીસે કુલ ૧૦૯ શિવસૈનિકોની ધરપકડ કરી હતી.

પોલીસની સાપ્તાહિક રજા રદ

દરમિયાન ‘માય નેમ ઈઝ ખાન’ ફિલ્મની રજૂઆતનો ચરુ ઊકળી રહ્યો છે તે જોતાં શહેર પોલીસને મળતી સાપ્તાહિક રજા રદ કરીને તેઓને ફરજ પર હાજર રહેવા માટેનો આદેશ પણ કમિશનર દ્વારા આપવામાં આવ્યો હતો.

‘માય નેમ ઈઝ ખાન’ ફિલ્મ શિવસેનાના ડર હેઠળ રજૂ થઈ રહી છે. ફિલ્મના મુખ્ય અભિનેતા શાહરુખ ખાને કરેલા વાદગ્રસ્ત વકતવ્યને કારણે ફિલ્મની રજૂઆતમાં અડચણો પેદા થઈ છે. શિવસેનાએ આ અગાઉ જ મુંબઈમાં ફિલ્મની રજૂઆત કરવા સામે વિરોધ દર્શાવ્યો હતો. મંગળવારે ફરી એક વાર ફિલ્મની રજૂઆતને મુદ્દે શિવસેના રસ્તા પર ઊતરી આવી હતી.

  share

 .

Reader's Feedback
abdul
Tuesday, 9th Feb 2010, 22:21

bewaqufo deshmaa santi rahewado tameto lootfat kari ne tamaroo nuksan puru kari leso parantoo garib lok potanoo nuksan puru kavi ruite kari sakse shamate gariboni haay lochho jarato insaniyatne pase rahewado
newyorker
Tuesday, 9th Feb 2010, 22:41

Shivsena Jhindabad
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: