Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Feb 9th, 2010, 3:17 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarફરી હિમપ્રપાત, એક જવાન શહિદ

Agency, Shrinagar

કાશ્મીરમાં હજીતો મોતનો માતમ શમ્યો નથી ત્યારે આજે ફરી કાળે કાળો કેર વર્તાવ્યો છે. શ્રીનગરના કુપવાડા જિલ્લામાં આજે સવારે હિમપ્રપાત થયો હતો. જેમાં સેનાના એક જવાનનું મોત નિપજ્યું હતું. આ પહેલા સોમવારે બનેલી એક ઘટનામાં 17 જવાનોના મોત થયા હતાં.



સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે હિમપ્રપાતની ઘટનાથી અત્રે 145 કિલોમીટર દૂર આવેલ તંગધારમાં સવારે લગભગ પોણા ચાર વાગ્યે બનેલ આ ઘટનામાં 14 સૈનિકો ફસાઈ ગયા હતાં. તેમણે જણાવ્યું કે બધા જ 14 જવાનોને બરફમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતાં. પરંતુ બાદમાં તેમાંથી એક સૈનિકનું મોત નિપજ્યું હતું.



આ પહેલા સોમવારે ગુલમર્ગનો સ્કાય રિસોર્ટ હિમપ્રપાતનો ભોગ બન્યો હતો. જેમાં 17 સૈનિકો મોતને ભેટ્યા હતાં. જ્યારે 17 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. આ ઘટના ત્યારે ઘટી હતી જ્યારે આ જવાનો અત્રે ટ્રેઈનીંગ લઈ રહ્યા હતાં.



સેના પ્રવક્તાએ જણાવ્યું કે ગુલમર્ગમાં હવામાન પ્રતિકૂળ હોવાથી અને સતત ભારે હિમવર્ષા થવાના કારણે આ ઘટના ઘટી હતી.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: