Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Saturday, Feb 13th, 2010, 11:21 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarજ્યારે નારાયણી વેનમાં ફસાઈ

Agency, Mumbai

photoજો કોઈ અભિનેત્રી વેનિટી વેનમાં બંધ થઈ જાય અને ડુપ્લીકેટ ચાવી પણ ના મળે તો તે અભિનેત્રીની કેવી હાલત થાય તે સમજી શકાય તેમ છે.

થોડા દિવસો પહેલા જ નારાયણી શાસ્ત્રી સાથે પણ આવું જ કંઈક થયુ હતું. નારાયણી ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં ઓમપુરી, નીના ગુપ્તા અને પરેશ રાવળ જેવા કલાકારો સાથે ના ઘર કે ના ઘાટ કે નામની એક ફિલ્મનું શુટિંગ કરી રહી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેટ પર તમામ કલાકારો આવી ગયા હતા. માત્ર નારાયણી જ આવી નહોતી. તમામ લોકો તેની આવવાની રાહ જોઈ રહ્યા હતા.

ત્યારે જ નારાયણીના આસિસ્ટન્ટે દિગ્દર્શકને ફોન કરીને કહ્યું કે, નારાયણી વેનિટી વેનમાં બંધ થઈ ગઈ છે. તરત જ યુનિટના સભ્યો નારાયણીની વેનિટી વેન નજીક પહોંચી ગયા હતા અને દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા હતા. અંતે યુનિટના સભ્યોએ વેનના કાચ તોડીને નારાયણીને બહાર નીકાળી હતી.

નારાયણીએ કહ્યું હતું કે, આ એક ઘણો જ ભયાનક અનુભવ હતો. વેનમાં એસી પણ બંધ થઈ ગયુ હતું. તે ઘણી જ ડરી ગઈ હતી પરંતુ યુનિટના સભ્યોએ તેને હિંમત આપી હતી.


  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: