Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 2:48 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarનક્સલ પ્રભાવિત બિહાર ઝારખંડના મુખ્ય પ્રધાનો જ ગેરહાજર

Agency, New Delhi


બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમજ ઝારખંડના મુખ્યમંત્રી સીબુસોરેને નક્સલ પ્રભાવિત રાજ્યો માટે મળેલ બેઠકમાં ગેરહાજર રહી મિટિંગનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે બિહાર અને ઝારખંડ દેશના સૌથી વધારે નક્સલ પ્રભાવિત રાજ્યોમાંના એક છે.

ગૃહમંત્રી પી.ચિદમ્બરમના વડપણ હેઠળ યોજાવા જઈ રહેલી આ બેઠકનો ઉદ્દેશ્ય નક્સલ પ્રભાવિત રાજ્યોની પરિસ્થિતિ પર ચર્ચા કરીને રાજ્યોમાંથી નક્સલવાદને નાથવાનો છે. જ્યારે આ મિટિંગમાં ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક નિર્ધારિત સમય કરતા એક કલાક મોડા આવ્યા હતાં.



સીબુસોરેન માંદગીના કારણે આ મિટિંગમાં હાજરી આપી શક્યા નહી. જેના સ્થાને તેમના બે નાયબ મુખ્યમંત્રી રઘુવર દાસ અને સુદેશ મહતોએ હાજરી આપી હતી. જ્યારે બિહાર સરકાર તરફથી આ મિટિંગમાં ગૃહરાજ્ય મંત્રી અમીર સુભાની અને ડીજીપી આનન્દ શંકરે હાજરી આપી હતી.



રેલવે મંત્રી મમતા બેનર્જીની વિનવણી છતાં નીતિશ કુમારે મિટિંગમાં હાજરી આપી ન્હોતી. જોકે તે એવું ઈચ્છતા પણ ન્હોતા કે નીતિશ કુમાર અને તેમના પ્રતિદ્વંદ્વી બુદ્ધદેબ ભટ્ટાચાર્યજી એક મંચ પર આવે.



આ મિટિંગમાં માવોવાદીઓ સાથે સાંઠગાંઠ કરી નક્સલ પ્રભાવિત રાજ્યોમાં શાંતિ પ્રસ્થાપિત કરવાના પગલા લેવાની ચર્ચા કરાઈ હતી.




સાથે સાથે રાજ્યોના નક્સલ પ્રભાવિત વિસ્તારના વિકાસની પણ ચર્ચા આ મિટિંગમાં કરવામાં આવી હતી. આ મિટિંગમાં સીઆરપીએફના વડા વિક્રમ સ્રીવાસ્તવ, વિશેષ અધિકારી ડીઆરએસ ચૌધરી, વિશેષ નિર્દેશક પી. મહેન્દ્ર, જોઈંટ સેક્રેટરી કાશ્મીર સિંઘ અને સિક્યુરીટી એડવાઈઝર ડીએસ દડવાલે હાજરી આપી હતી.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: